Sunday 30 April 2017

બારણાં

વરસતું


 
વરસતું કયાંક  ટોપ ટોપ મહો.....
     પ્રસરતું  કંઇક સ્મિત છે.....અહો....
પુંછતું કારણ શરમાવાનું ..
      સ્પર્શતું  સ્પદંન ગમતું મહો.......

Friday 28 April 2017

ચાલને શ્રાેતા બનોઅે

ચાલને શ્રોતા બનીએ...

રાફડો ફાટ્યો છે વક્તાઓનો
    સાંભળનાર ને શોધતા હર કોઈ...

સંદર્ભ મળે સાંભળનાર મળે
       પોતાના ભાવને કોઈ ઝીલનાર મળે
       સાથે હસનાર સાથે રડનાર મળે કોઈ...
શા માટે છે ધન-દોલત શા માટે છે એશો-આરામ !!!

         એકલા પડ્યા લાખો સુખમાં પણ
         ભીડના આ જંગલમાં શ્રોતા મળે કોઈ !!!

આપણામાંથી મોટા ભાગના માત્ર શબ્દોને જ સાંભળે છે. તેની સાથે જોડાયેલ ભાવ સાંભળતા નથી. ત્યા જ શરૂ થાય છે સંવાદીતાનો અભાવ. Healthy communicationનો અભાવ. પાણીનો નળ ચાલુ જ હોય ને ડોલ છલકાયા કરે. આમ જ આપણા મનના ખુશી, આશ્ચર્ય, દુઃખ વગેરે ભાવો છલકાયા કરે... તેને ઝીલનાર કોઈ બીજુ “પાસ” જોઈએ. મે ક્યાંક વાચ્યું તું.
આ દુનિયામાં મોટામાં મોટું પુણ્ય કયું ??
કોઈને સાંભળવું તે...
નાનું બાળક હોય તેનેય અંદરથી એવી ઈચ્છા હોય કે મને કોઈ સાંભળે. મને થતા આશ્ચર્ય, પ્રશ્નો, કૂતુહલતાને ઝીલે. જુવાન માણસને હોય કે તેના વિચારોના ઘોડાપુર લાગણીને કોઈ સાંભળે ને સમજે. ઘરડા માણસને ઈચ્છા હોય કે તેમના અનુભવો, તકલીફો, સુખ-દુઃખ કોઈ સાંભળે.
સાંભળવાનો અર્થ એવો નથી કે તમે તેનું solution આપો. સલાહો આપો. માત્ર તેમને શાંતિથી સાંભળો. માત્ર તેમને સાંભળો... આજે ear phone, headphone કાનમાં નાખીને recorded વસ્તુઓ સાંભળનાર છે. કુદરતનું મહાન સર્જન “માણસ” ને સાંભળવા રાજી નથી.
“દરેક વ્યક્તિ એક સંદર્ભને શોધો...
શબ્દો સાંભળનાર ખુદના અરિસાને શોધો...”

Saturday 1 April 2017

"ચ્હા" નો "ચાહ"

....

ક્યાંય સુધો નિરખો રહ્યાં અરિસાને અમે.....તને જાેવાનો ઇચ્છા આમ જ થઇ ગઇ.......