ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જૂન -૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀
બદલાતાં જતાં મૂલ્યોની પરિભાષા....💫✍️🌸🍂🍀
શું ભણાવી ગણાવીને નોકરીએ લગાવી દેવું, લાખો રૂપિયા કમાતા કરી દેવું, એટલે શ્રેષ્ઠ શિક્ષણ આપી દીધું એવું કહેવાય? બાળકને જીવનનો સાચો દ્રષ્ટિકોણ આપવો, જીવનમાં આવતી તકલીફો, મુશ્કેલીઓનો સામનો કરવાનો દ્દઢ મનોબળ વિકસાવવું, તેમનામાં જૂજુગ્સાના બીજ રોપવા, માણસાયતના મૂલ્યોનું સિંચન કરવું, તે પરિભાષા પણ શિક્ષણમાં જ સમાવિષ્ટ છે. આજે ડિપ્રેશન, એકલતા ,તણાવને કારણે થતાં આત્મહત્યાના કિસ્સાઓ સમાજમાં ઘટશે ને ,ત્યારે સાચું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એમ કહેવાશે.પણ શું આજે શિક્ષક પોતે પણ પોતાના જીવનમાં આવતા ચઢાવ-ઉતારનો સ્વસ્થતાથી સામનો કરવા, પ્રોબ્લેમ ,તકલીફો તરફ નહીં, તેનાં ઉકેલ તરફ દૃષ્ટિકોણ કેળવવાની વૃત્તિ, સ્વભાવ કેળવી શકે છે? પરિવર્તન સંસારનો નિયમ છે.એ મુજબ મૂલ્ય શિક્ષણની પરિભાષા પણ બહુ ઝડપથી બદલાઈ રહી છે. પ્રમાણિકતા, સત્ય,નીતિથી કામ કરવું વગેરે મૂલ્યોનું શિક્ષણ પ્રત્યક્ષ ,અપ્રત્યક્ષ રીતે આપવું. પણ તેની સાથે સાથે આજે અસત્ય, જુઠાણા, અપ્રમાણિકતાનો સામનો કંઈ રીતે કરવો, પોતે સાચાં હોય ત્યારે હજાર જણનાં વિરોધ વચ્ચે પણ પોતાનું સ્ટેન્ડ લઈ clearly પોતાનો મત કઈ રીતે રજૂ કરવો, ચૂપચાપ ખોટું સહન કરી લઈ રિબાયા રહેવાની જગ્યાએ સાચું મોઢે મોઢ દંભ વગર કહી દઈ, સ્વાર્થ ખાતર ચાપલૂસી પગચંપી ની પ્રક્રિયાથી દૂર કઈ રીતે રહેવું તે પણ આજના જમાનામાં મૂલ્ય શિક્ષણ માં સમાવિષ્ટ છે. મૂલ્યો આપણાં જીવનને ઘડે છે. અને "ઘડતર" સાચાં જીવનનું "ચણતર" કરે છે. ચણતરની મજબૂતી મુલ્યોનો વાસ્તવિક જમાનામાં કેટલો અનુબંધ છે ,જમાના પ્રમાણે કેટલા અપડેટ થયા છે તેના પર છે.
મિત્તલ પટેલ
"પરિભાષા"
સાંપા પ્રાથમિક શાળા