Thursday 27 May 2021
Saturday 22 May 2021
અનુરાગ
Friday 21 May 2021
મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં મે- 2021 અંકમાં મારો લેખ...
🌀🙈🙉🙊 જિંદાદિલીથી જીવવાની આદત....🤗✨📖
આદત હસવાની કેળવી લે એ મનેખ....
ભલે અશ્રુની લીટી હથેળી પર લંબાતી જતી લાગે....
તોતિંગ મુશ્કેલીની ઈમારતોની ભીતર...
ઝિંદાદિલી ની ટેબલેટ એકમાત્ર જીવાદોરી લાગે...
તકલીફમાં માણસની કસોટી થાય એ વાત સાચી પણ કેટલીકવાર એ તકલીફ સાથે સંઘર્ષ કરતાં કરતાં માણસ હસવાનું ભૂલતો જાય છે. માટે દરેક તકલીફ એ નાની હોય કે મોટી ગમે તેટલી કપરી લાગે પણ તેની આંખોમાં આંખ મિલાવી તકલીફને "હું તો તનેય જીવી લઈશ" એવું કહી હંફાવી શકીએ. પોતાનાં નિર્દોષ નિર્લેપ સ્મિતના ઘરેણાને ન વિસરીને મક્કમ મનોબળથી સામનો કરી, જિંદાદિલીથી તેની સામે જજુમી શકીએ તો ચોક્કસથી તકલીફો હારશે અને તમે જીતશો જ.
જો ડર ગયા વો મર ગયા...
ને બદલે
જો મનસે મજબૂત રહેગા વહી જીતેગા.....
એ યાદ રાખવું ઘટે....
જ્વાળામુખી સમ લાગતી ચારેકોરથી ઊભરી આવેલી મુશ્કેલીઓ વચ્ચે હદયની ભીતરથી ઉગતું હાસ્ય કંઈ રીતે ટકાવી રાખવું જે પોઝિટિવિટીનું બુસ્ટર ડોઝ છે. આપણું સૌથી બેઝિક મનોબળને પોષતું અને માનસિક immune system નું સૌથી મોટું એન્ટીબોડી છે. તેથી મન ભરીને હસો. પોતીકી વ્યક્તિઓને સ્મિત સાથે સતત હકારાત્મક ડોઝ આપતા રહો. જે તેમને પણ એક અદ્રશ્ય ઉર્જાનો અનુભવ કરાવશે. હુંફની છાલક મળશે.
તરતાં આવડે ને તરી જઈએ...
એમાં ત્રેવડ કંઈ નવી નથી...!!
ડૂબતાં ડૂબતાં તરતાં શીખી જવાય..
એ જીંદાદિલી માણસમાં તકલીફો કેળવે છે...
યુદ્ધ તો શસ્ત્રોથી જીતાય. તકલીફો અને એ પણ જેમાં પોતાની સાથે પોતાનાઓ પણ involve હોય તેને હરાવવા મનોબળને કેળવવું, ટકી રહેવું ,સક્ષમ બની ને સંઘર્ષ કરવો ખૂબ કપરું હોય છે. અને તેમાંય માણસ એ સંઘર્ષ કરતાં કરતાં શારીરિક અને માનસિક રીતે પણ નીચોવાઈ જતો હોય છે. સતત ભીતરથી વલોવાતા હોય છે. આ વલોપાત તેમને ક્યારેય તોડી પણ નાખે. પણ આમાં ટકી રહેવા પોલાદ જેવું માનસિક મનોબળ કેળવવું અનિવાર્ય છે. પરિસ્થિતિને સ્વીકારી, ઈશ્વર ને સાથે રાખી અને હકારાત્મકતાના દિપકને સાથે રાખી સતત મથવું પડે.
ઘરની બારસાખ પર તોરણ જોઈને જેમ ઘરમાં ઉત્સવ જેવું અનુભવાય, કંઈ કારણ વગર હાથમાં મહેંદી મુકતાં આનંદના પ્રસંગ ની અનુભૂતિ થાય તેવી જ રીતે સ્મિત સાથે મુશ્કેલીઓને વધાવીને, જિહવળીએ તો તકલીફ કદાચ જતી નહીં રહે પણ તમે તેમાંથી બહુ ઝડપથી પસાર ચોક્કસ થઇ જશો અને પોતાના સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય સાથે.
એ તકલીફ તું રંજાડ મને...
હું સ્મિત દઈશ તને તારી આંખોમાં નિહાળી.....
ઝરણું બની વહેતી રહીશ...
તું નહીં ડહોળી શકે મુજ મનોબળને પથરાળા કોતરાવી.....
મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ