Sunday 18 March 2018

પુછપરછ.......

" પુછપરછ "
                                                                        પુછપરછ બારીએ પૂછ્યું ફરીને..
ગોઠવેલું સારું કે ગોઠવાયેલું સારું ??

ખુશીએ કહ્યું ઉછળીને
ઝળકી ઉઠે ખુદપણું જ્યાં
તે અવતરણ ચિહ્નમાં રાખેલ પૂર્ણવિરામ સારું.  "."

મૂર્છાગ્રસ્ત થયેલ યાદદાસ્તને
વાગોળીને પૂછ્યું !!

ઓગાળેલું સારું કે ઓગળી ગયેલ સારું??
સમગ્રતાથી અનુભવાયેલ આભાએ કહ્યું..
જીવતેજીવ મરણનેય વ્હાલ કરી શકાય તેવું
જીવંત હર એક વહેણ સારું..
                                                     
~મિતલ પટેલ   "પરિભાષા"