Monday 27 March 2023
Thursday 23 March 2023
Sunday 19 March 2023
Saturday 11 March 2023
Tuesday 7 March 2023
Monday 6 March 2023
ગાંધીનગર સમાચાર "🗞️ દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......05/3/23... રવિવાર...🌱🌿🍀☘️🪴🌳🌲🌴🍁🌹🌺🌷🪷💫🤩😃✍️☕📖
વસંતના વધામણાં ને અલખના હરખ...!!🌱❣️
કેટલીક વાર જીવનમાં અતિશયોક્તિના લેવલ પર પાનખરની અનુભૂતિ પછી, વસંતનાં વૈભવની અનુભૂતિ થાય ને ત્યારે જીવનની શ્રેષ્ઠતમ ક્ષણો માંથી એક હોય એવી અલખસમ ક્ષણ ભાસે. વસંતને જો સ્થૂળ સ્વરૂપ હોત, તો તે માયામય જ હોત.હર ક્ષણે અર્થ બદલતું, હર ક્ષણે ભાવ બદલતું, તત્ક્ષણ પ્રસન્નતાની ચેરાપુંજી અને આગળ પાછળની ક્ષણોમાં અજીર્ણતા માત્ર. કદાચ તત્ક્ષણ જીવવું, વર્તમાન ક્ષણોમાં લાઇવ જીવવું તેને જ વસંત કહેવાતું હશે. "વસંત" શબ્દ બોલતા જ ભીતર કંઈક ખીલતું અનુભવાય, કંઈક મનને ભાવતું વ્યંજન રંધાતું અનુભવાય, કંઈક ખુલ્લા દિલનો આવકાર અનુભવાય, એ જ શબ્દભાવનો ઉચ્ચતમ મહિમા છે.
પ્રકૃતિ જાણે ઈશ્વરમય બની ઉજવતી ઉત્સવ એટલે વસંતોત્સવ...!!
માણસની ભીતર અજવાળું અજવાળું અનુભવાય ને ત્યારે સમજજો કે પરીક્ષાનો સમય પૂરો થઈ સારાં કર્મનો અજવાળુંસમ ફળ હવે મળવાનું શરૂ થયું છે. જેટલું ઘેરુ અંધારું એટલું જ અજવાળું વધારે ઉજળું હોવાનું. ખુશીના આંસુ કંઈ જેવાં તેવા નથી હોતાં. લાગણી ઓવરફ્લો થઈ મનરાંગણમાં હરખનું પૂર આવે ને, ત્યારે એ સહજ રેલાય છે. હર પરીક્ષામાં નાપાસ થતું બાળકની જેમ માણસ પણ નાસીપાસ થવાની તૈયારીમાં જ હોય, ને ઈશ્વર કોઈ હલેસું મોકલે અવકાશનું ત્યારે તેને પણ વસંતસમ ભાવની અનુભૂતિ થતી હશે ને..!!
"ખરી પડવાની ઘટના" કંઈ જેવી તેવી નથી. એ નવી કુપળ ફૂટવાની પ્રસુતિ પીડા હોઈ શકે...!! "ખરી પડવું" એ દરેકની નિયતિ હોય જ છે. પછી વસંતના રૂપે એક જીવન પૂરું કરી બીજો જન્મ થયો હોય, તેવી ક્ષણોને માત્ર જીવંતતાથી ઉજવવાની જ હોય." નામાંકરણ" કરવાં ન બેસાય!! ભૂતકાળના આવરણ ખંખેરી નિર્લેપ અને નિર્મળ બની જીવી શકો એ દરેક ક્ષણ એટલે આપણાં જીવનનો વસંતોત્સવ...!!
હેલી રે ઝળકતી,
મારાં શ્યામની તું જો ને...!!
વસંત ની પધરામણી,
જાણે સોળે શણગાર.....
અવસર રૂડો ને,
નૈણની વેણી તું જો ને...!!
ખીલતા ને ઉગતા એ
ભાવનો લલકાર...
ખુલ્લી આંખોના જાણે,
સપના તું જો ને...!!
પલાસના રૂપની
એ અલગારી પસવાર....
મિત્તલ પટેલ
"પરિભાષા"