પુર્વાભાસ પોતાનો…
એ અવાજની પાછળ…
કંઈ અમથો નઈ હોય..
સવાલ જવાબ વગરનો …
એ સંવાદ…
કંઈ અમથો નઈ હોય….
વાંછટ આવે નહી …
તોય.. છાંટા સુકાય નહી....
એ….તડકાનો વરસાદ…
નિરાધાર…..
કંઈ અમથો નઈ હોય….
મિત્તલ પટેલ
“પરિભાષા”
Sunday 12 May 2019
Tuesday 7 May 2019
હું મસ્ત મજાનું બાળ..
હું મસ્ત મજાનું બાળ ,
મને રમવાનું જોઈએ…
ચાંદા સૂરજ સંગ મને,
ભમવાનું જોઈએ…
પતંગિયા પેઠે આમતેમ …
ઉડવાનું જોઈએ…
હું મસ્ત મજાનું બાળ,
મને રમવાનું જોઈએ..
છાનું માનું બેસું તો,
કરમાઈ જાઉં હું….
ધમાલમસ્તી કરું તો,
ખીલી ખીલી જાઉં હું…
દેડકાંની પેઠે મને ,
કુદવાનું જોઈએ….
હું મસ્ત મજાનું બાળ,
મને રમવાનું જોઈએ…
ચોપડાં ને ટ્યુશન માં
ડબોચાઈ જાઉં હું…
ભણતરનાં ભાર થી
નમી નમી જાઉ હું….
ખડખડાટ ફુલ સમ,
હસવાનું જોઈએ….
ખુલ્લાં મને ભાર વગર ,
ભણવાનું જોઈએ….
મિત્તલ પટેલ
“પરિભાષા”
Monday 6 May 2019
સમ-વેદનાં વેદ....
આમ જુઓ તો
સઘળું તારું એ મારું છે…
મારામાં તારું ,પણ ક્યાં તારામાં મ્હારું છે…!!
વિનવી શકાય પણ,
ન છેતરી શકાય જાતને…..
સારું એ જ મારું પણ “મ્હારું”ય ક્યાં સારું છે…..!!
ગુણોત્તર ગુણીને જવાબ લાવી દઈએ..
ચલ તારાં હાથે જ આજ નિકાલ લાવી દઈએ..
આમ જુઓ તો સીધા રસ્તે
રસ્તોય ક્યાં સીધો છે….
વળાંકોમાં વળાંક ..ને..
એ વળાંકમાંય હા વળાંક છે…!!
સમ-વેદનાં વેદ ભરી રાખી છે
એક વાડકી…
સ્વાર્થની આ થાળીમાં તે વાડકીને ક્યાં ભાળી છે..!!
મિત્તલ પટેલ
“પરિભાષા”