પાટનગર ગાંધીનગરના ન્યુઝપેપર " ગાંધીનગર સમાચાર "🗞️ માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......14/05/23... રવિવાર...✍️🌿🪵🌲🌳🌴🌄
Monday 15 May 2023
Wednesday 10 May 2023
શબ્દોત્સવ ને આપણું શ્રોતાપણું.........
આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના"ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️
મન, મગજ અને અંતરમન વચ્ચેની તર્કબધ્ધ સંઘર્ષગાથા......🌪️🌀⛈️✍️🌷✨😊
આપણે દરેક સ્થિતિમાં,
"સ્થિત" થઈ શકીએ છે ખરાં...!!
આપણે પ્રકૃતિ સાથે સાવ સહજ
તાદામ્ય સાંધી શકીએ છીએ ખરાં..!!
આકાર વગરના નિરાકાર તત્વ અને સત્વનો
સ્વિકાર કરી શકીએ છીએ ખરાં...!!
સ્થૂળથી સૂક્ષ્મ તરફ જીવન દ્રષ્ટિ
કેળવી શકીએ છીએ ખરાં...!!
મૌનનાં કોલાહલને સાંભળી
સમજી ને પામી શકીએ છીએ ખરાં...!!
જીવનનાં અમુક પડાવ પછી આપણાં અંતરમાં સ્મરણના, અનુભવોના ઇન્ટેલેક્ચ્યુઅલ ભાવવરણ પર એક પછી એક પડ ચડતા રહે છે. નજીકના સંબંધો, સમાજ, દેશ હોય કે ખુદ "સ્વ" માટે પણ કંઈ કેટલાય અનુભવો થકી ચોક્કસ વિચારધારા, ચોક્કસ માન્યતાઓ, ગ્રંથિ, તર્કો, ધારણાઓ ફિક્સ થઈ ગઈ હોય છે. તેને બદલવી, મઠારવી , સમુળગી કાઢવી એ લગભગ અશક્યની નજીક, ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હા પણ એટલી જ જરૂરી પણ થઈ જાય છે કેટલીકવાર બદલવી. એટલે જ આપણે મન અને મગજ વચ્ચેના સંઘર્ષથી લગભગ નીચોવાઈ જતા હોઈએ છીએ. દરેક માણસ ક્યાંક ને ક્યાંક તો એવું અનુભવે જ છે કે મગજ કંઈક અલગ રહેતું હોય જે માત્ર તર્કબદ્ધ વિચારતું હોય, ને તેને અનુસરવા જાવ તો અંતરમન બળવો પુકારે કારણ કે તેનાં એથિક્સમાં એ નથી આવતું હોતું. આ એટલે ગહન અને દરેકને પરેશાન કરતી બાબત છે. તે નકારીય નથી શકાતી, નિવારીય નથી શકાતી કે મિટાવી ય નથી શકાતી. બસ તેનો સ્વીકાર કરી શકીએ છીએ. તેનાં પરસેપ્શનને પચાવી ને આપની દરેક નાની નાની સફળતાના પગથિયાં બનાવી શકીએ છીએ. પણ તે થાય કંઈ રીતે? મોટેભાગે તો આપણાં દરેક નિર્ણયમાં અડચણરૂપ જ બનતો હોય છે આ આંતરિક સંઘર્ષ. આપણને વર્તમાનમાં લાઈવલી જીવતાં અટકાવતો હોય છે આ ભીતરનો ટકરાવ. આપણને લગભગ લગભગ લાગણીની દ્રષ્ટિએ નિચોવી નાખે છે આ ન દેખાતો વિખવાદ. તો કંઈ રીતે તેને ફ્રુટફુલ બનાવી શકાય? તેમાંથી નીકળવાનો વિચાર પડતો મૂકી, તેનો સ્વીકાર પોઝિટિવ વે થી કંઈ રીતે પોતાની તરફ તેને વાળી શકાય? કે આકારી શકાય?
ભીતરના સંઘર્ષ ટાળવાની વૃત્તિ અને પ્રયત્ન આપણને વધુ સંઘર્ષ તરફ વાળે છે એ આપણા સૌનો અનુભવ છે અથવા ઉમળકાના દમન તરફ વાળે છે.
મન અને મગજ બંને આપણાં જીવનનાવના બે હલેસાં જેવા છે. જે બંને જરૂરી છે. માત્ર બંને વચ્ચે એક સેતુ કંઈ રીતે બાંધવો, બંનેના પરસેપ્શનને, અંતરાત્માના અવાજના માર્ગદર્શનથી જોડવું કંઈ રીતે તે આવડી જાય ને તો આ સંઘર્ષ, આપની પ્રગતિ જે આંતરિક હોય સંબંધમાં હોય કે બાહ્ય પગથિયાની ગરજ ચોક્કસથી સારે છે. જરા વિચારો બંનેમાંથી એક મૌન થઈ જાય તો સંઘર્ષ ચોક્કસથી મટી જાય, પણ કદાચ સંવેદના અને જીવંતતા જ મરી પરવારે. શું એ યોગ્ય છે ખરું? માટે વાદ એ સંવાદનો એક ભાગ જ છે. એવો સ્વિકાર અને પોતાની જાત સાથે રોજ થોડો કરાતો વાર્તાલાપ, સંવાદ ઘણા અંશે આડાઅવળા રસ્તાઓમાંથી ચોક્કસ અને યોગ્ય માર્ગ તરફ આપણને દોરી જાય છે. આપણી લાઈફ સ્ટાઈલમાં નાના નાના ચેન્જીસ આપની ભીતર ચાલતા આવા કેટલાય વાવાઝોડાઓમાંથી આપણને તારે છે. ડિસ્ટ્રોય થઈ જતાં અટકાવે છે અને જે ડિપ્રેશનની કન્ડિશનથી બચાવી શકે છે.
૧)આપણી આખી હોર્મોનલ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ લાગણીતંત્ર બધું જ આ આંતરિક સંઘર્ષને આપણે કંઈ રીતે મેનેજ કરીએ છીએ તેનાં પર ડિપેન્ડેડ છે. જ્યારે આપણે તેને મેનેજ નથી કરી શકતાં ત્યારે બધું જ કોલેપ્સ થઈ જાય છે. જે આપણને ફસ્ટ્રેશનના લેવલ સુધી દોરી જાય છે. આવું જીવવું એ કંઈ જીવવું કહેવાય!! જે જીજીવિષા ને મારી નાખે, જીવનરસને સુકાવી નાખે. તેનાં કરતાં..........
અંતરાત્માના અવાજને ભીતરથી સાંભળી શકીએ એટલું શ્રોતાપણું આપણે કેળવવું પડે...
૨) મેડીટેશનને જીવનનો અનિવાર્ય ભાગ બનાવવો પડે. જે ખોટાં વિચારોને શૂન્ય કરી સ્ટેબિલિટીના લેવલ પર મગજ અને મનને લઈ જઈ પરિસ્થિતિને યોગ્ય એન્ગલથી જોઈ શકવા સક્ષમ બનાવે છે. ભાવનાત્મક મજબૂતાઈ કેળવે છે. આજનાં ગેજેટ્સના સમયમાં ચારે બાજુથી જ્ઞાનનો કોલહાલ વધ્યો છે. તેમાં કુદરત જે આપણને કહેવા માંગે છે. દિશા સૂચન કરવા માંગે છે. તેની અનુભૂતિ કેળવવા, માનસિક શાંતિ કેળવવા, મેડીટેશન નો અન્ય કોઈ વિકલ્પ નથી.
૩) આપણા જીવનનું હોકાયંત્ર વિચારોને બનાવવાની જગ્યાએ, અનુભૂતિ, અંતરાત્માના અવાજ અને ભગવતગીતા જેવાં માર્ગદર્શકને આપીએ તો આપને અધ્ધર નહીં સધ્ધર થતા શીખી શકીશું. તે માટે આપણાં અંતરમનને આપણને મુજબતા પ્રશ્નો, પોતાના અંદર ગુચવતા પ્રશ્નો અવારનવાર શાંત જગ્યાએ બેસીને પૂછવા જોઈએ. તે ચોક્કસથી જવાબ આપશે જ. ચોક્કસથી પડઘો મળશે જ. અને તે જ આ સાચો ઉકેલ હશે. માત્ર તે સાંભળવાની ક્ષમતા આપણે કેળવવી પડે. જે માત્રને માત્ર સતત અનુભવ કરીને, અનુભૂતિ કરીને જ કેળવી શકાય છે. હા "કેળવી શકાય છે". જન્મજાત હોતી નથી.
મિત્તલ પટેલ
Subscribe to:
Posts (Atom)