Wednesday, 18 April 2018
Monday, 9 April 2018
Sunday, 18 March 2018
પુછપરછ.......
" પુછપરછ "
પુછપરછ બારીએ પૂછ્યું ફરીને..
ગોઠવેલું સારું કે ગોઠવાયેલું સારું ??
ખુશીએ કહ્યું ઉછળીને
ઝળકી ઉઠે ખુદપણું જ્યાં
તે અવતરણ ચિહ્નમાં રાખેલ પૂર્ણવિરામ સારું. "."
મૂર્છાગ્રસ્ત થયેલ યાદદાસ્તને
વાગોળીને પૂછ્યું !!
ઓગાળેલું સારું કે ઓગળી ગયેલ સારું??
સમગ્રતાથી અનુભવાયેલ આભાએ કહ્યું..
જીવતેજીવ મરણનેય વ્હાલ કરી શકાય તેવું
જીવંત હર એક વહેણ સારું..
~મિતલ પટેલ "પરિભાષા"
Saturday, 17 March 2018
Wednesday, 28 February 2018
Thursday, 22 February 2018
Aabhash
ભીતરથી જન્મેલુ ઊજવશે જીંદગી ...
બાકી દેખાતુ બધું તો સાવ આભાષ છે......
ગીત પરોવીને સંગીત રચતાં નિકળી જશે જીંદગી...
બાકી દેખાતો સૂરતાલ તો સાવ આભાષ છે...
મોંઘી નથી વિટંબણાઓ ....એ તો ઝટ આવશે...
પોતીકી ઓઢણીમા એ તો પોતીકી ભાત છે....
બે શબ્દનુ ઝાપટું વાવશે જીજીવિષા......
બાકી ઓગળેલી સંવેદના તો એક માત્ર આભાષ છે....
વિચારું હું મુજને કે....."ક્યાં વહેંચાયેલી છે તું?? "......
મારામાંય મુજના પોતિકા ભાગ છે.....
આ અડધું વિગું ભાગ જ પ્રગટાવશે જીંદગી.....
બાકી ઓજસનાં અહેવાલ તો એક માત્ર આભાષ છે.....
મિતલ પટેલ
"પરિભાષા "