Wednesday, 2 September 2020

પટેલ મિતલબેન અમિતભાઈ

ગણિત વિજ્ઞાન શિક્ષક..

M.sc (Microbiology), B.ed

પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા

બાયડ, અરવલ્લી

Thursday, 27 August 2020

https://m.facebook.com/story.php?story_fbid=3260568134036196&id=100002491241209&extid=o97k4xCB9QreswyY&d=null&vh=i

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"Joy of giving"☺️😊😀

    વર્ષો વીતી જાય ને...
         સ્પંદન રહી જાય ....એવું પણ થાય...

થોડુંક જીવ્યાં ના અણસાર... જીવાયા કરે છે આમ                    જીવનભર....

      આનંદ ની પરિભાષા શું હોઈ શકે? આનંદ ની પરિભાષા તેની અનુભૂતિથી જ છે. બાકી અત્ર-તત્ર સર્વત્ર આપણી ચારે તરફ આનંદ તો છે જ ... પણ તમે તેને  અનુભવી શકો તો જ તમે આનંદ માં રહી શકો. એ અનુભૂતિ ક્યારેય સ્વાર્થી માણસો ને કે દંભી કે ઢોંગી માણસો ને નથી થતી. અથવા તેઓ  જો દાવો કરતાં હોય તો તે માત્ર દેખાડો છે. આનંદ તો ભીતરથી ઉદભવે છે. નિઃસ્વાર્થતા, કોઈકને મદદરૂપ થવાની ભાવના, માત્ર પોતે જ ભેગું કરી લેવાનું નહીં થોડોક ભાગ બીજાના માટે વાપરવાની મહેચ્છા, કોક દુઃખી કે તકલીફ માં જીવતા માણસને શબ્દો રૂપી,હુંફરુપી, લાગણીરૂપી કે આર્થિકરૂપી..સહકાર આપવાની વૃત્તિ માંથી ઉદભવે છે. તમે કોઈ એવોર્ડ મેળવ્યો પણ તે આનંદની જ્યાં સુધી અન્ય આત્મીયજનો સાથે વહેંચો નહીં ત્યાં સુધી તમે તે આનંદને અનુભવી ન શકો. તમારી જિંદગીમાં આવતી કોઈ પણ આનંદની ક્ષણ તમારાં આત્મીયજન સાથેની વહેંચણીથી બમણી થઇ જાય છે.આથી જ નાની-નાની ક્ષણોને લોકો એકબીજા સાથે વહેંચીને જીવતાં શીખી જાય તો દરેક નું જીવન એક ઉત્સવ બની જાય.

            ક્યારેક પગારમાંથી થોડોક ભાગ જરૂરીયાત મંદ બાળકો અને લોકોને ખોરાક કપડાં કે અન્ય રીતે મદદ કરી ને અનુભવી જોજો. ઘરડા ઘરમાં કે મૂંગા બહેરા બાળકો ની સંસ્થાઓ કે પછી અનાથાશ્રમમાં થોડાંક સમય નું દાન આપી જોજો. તેમને પોતીકાપણાનો ભાવ તમે આપો છો. તે તેમનાં માટે સૌથી મોટો આનંદનો દિવસ બની રહેશે.  તેમાંથી તમને જે આનંદ મળશે તે અવર્ણનીય હશે. સૌથી મોટું દાન વિદ્યાનું દાન છે.કોઈ બાળકનું આગળનું ભણતર માત્ર પૈસાને લીધે અટકતું હોય તો તેને આર્થિક મદદ કરી જોજો. જો તમે શિક્ષક હોય તો તમે વિદ્યાના દાન આપવા માટે તમને ઈશ્વરે સામેથી દિવ્ય અવસર આપ્યો છે. તેને ભરપૂર જીવજો મનથી. તો તમે જે આનંદ મળશે તેની સામે પગાર ગૌણ બની જશે. પગાર જરૂરિયાત છે તે શિક્ષકત્વ થી તમારાં દ્વારા થતું કાર્ય તમને નિમિત્ત બનાવી ઈશ્વર જે બાળક માં રોપવા માંગે છે તે સત્વ થકી તમે ઈશ્વરની ખૂબ નજીક જીવવાની તક પૂરી પાડશે. તેનાથી વધુ આનંદ ની વસ્તુ બીજી શું હોઈ શકે!!

               અમદાવાદ અને બીજી કેટલીક સિટીમાં અમુક અમુક વિસ્તારમાં "વોલ ફોર નીડેડ"બનાવવામાં આવી છે. તેના પર લોકો પોતાના જુના કપડા રમકડા અને અન્ય તેમને ઉપયોગી ન હોય પણ જરૂરીયાત મંદને કામ લાગી શકે તેવી વસ્તુઓ મૂકી જાય છે જ્યાંથી જરૂરિયાત મંદ માણસો પોતાને જોઈતી વસ્તુ લઈ શકે છે. આ એક એવો શ્રેષ્ઠ વિચાર છે કે જેનાથી કોઈને કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે અને કપડાં ખોરાક અને અન્ય સુવિધા દરેક લેવલના વ્યક્તિ સુધી અવેલેબલ થઈ શકે. કેટલી જગ્યાએ પુસ્તકો માટે ફ્રી લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ત્યાં લોકો પોતાના જૂના પુસ્તકો મૂકી જાય  અને  કોઈપણ વ્યક્તિ ત્યાં ઊભા રહી વાંચી શકે. પોતાના માટે નવા કપડાંની ખરીદી કરીને તો બધા નવું વર્ષ ઊજવે. પણ ક્યારેક રસ્તે રઝળતા બે ત્રણ બાળકોને નવા કપડા ની ભેટ આપી નવું વર્ષ ઉજવી જોજો. તમે સાચે કંઈક નવું સંચાર કરી રહ્યા છો પોતાનામાં અને તે બાળકોમાં એવો અનુભવ થશે. દરેક તહેવાર હોય ઉત્તરાયણમાં પતંગ હોય કે દિવાળીમાં દારૂખાનું .....તે પતંગ, દારૂખાનું જેઓ  તે લાવી શકવા સક્ષમ નથી તેમને વહેચીને ઉજવી જુઓ. આ તહેવારોનો આનંદ બમણો થઇ જશે. અને હા "જોય ઓફ ગિવિંગ" છે "જોય ઓફ ફોટો "નથી. તેથી કંઈ પણ કરો "હું કરું છું" તેવો ભાવ મનમાં ન લાવો. પછી આ બધી પ્રવૃત્તિના તમે ફોટો પાડી શેર કરશો તો તમે ભલે લોકો વાહ વાહ કરશે પણ તેનો જે અમૂલ્ય આનંદ છે તે તમે ગુમાવી દેશો. માત્ર ભાવવાહી મેળવવા જ તમે તે કર્મ કરો છો એવો અર્થ સરશે. ને બીજું જે લોકો આ મદદ મેળવે છે તેમને પોતે નાના છે એવી લાગણી અનુભવાશે. કોઈ નાનું કે મોટું નથી કર્મો અને વિચારથી માણસની વૃત્તિ અને સ્થાન પરખાય છે.

તું નાનો હું મોટો  ...
     એ ખ્યાલ જગતનો ખોટો
આ નાનો આ મોટો
     એવો મૂરખ કરતા ગોટો
ખારા જળનો દરિયો ભરિયો
    મીઠા જળનો લોટો
તરસ્યાને તો દરિયાથીયે
   લોટો લાગે મોટો
નાના છોડે મહેકી ઊઠે
    કેવો ગુલાબ ગોટો!
ઊંચા ઊંચા ઝાડે તમને
    જડશે એનો જોટો?
મન નાનું તે નાનો
    જેનું મન મોટું તે મોટો

-પ્રેમશંકર. ન. ભટ્ટ

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Sunday, 23 August 2020

આ પુસ્તક વાંચતા મનમાં સહજ ઉદ્ભવેલ ભાવ...

       આ દુનિયામાં  ઠગ કોણ નથી...???
            કોક બીજાને ઠગે.. તો કોક પોતાની જાતને...

      ક્યારેક ને ક્યારેક તો આ ઠગ વૃત્તિ દેખા દે જ છે

કોઈ શબ્દથી ઠગે.. તો કોઈ ભાવથી...
       તો કોઈ પ્રવૃત્તિ થી...

પણ શરૂઆત તો પોતાની જાતને ઠગવા થી જ થાય છે...

  હકીકતમાં કુદરત થી મોટો ઠગ આ દુનિયામાં કોઈ નથી..!

       આપણે સૌ તો માત્ર તેની કઠપૂતળી છે.... અને આપણે કોઈને ઠગી શકીએ છીએ  એ આપણાં મનનો વહેમ છે..!!! સુખ નું મૃગજળ બતાવી આખી જિંદગી દોડાવ્યા કરે..... એ સૌથી મોટો ઠગ એટલે કુદરત.

       "અપરિગ્રહ "નો ભાવ કેળવી શકીએ તો જ આ ઠગ વૃત્તિમાંથી મુક્ત થઈ શકીએ છીએ..!!

મિત્તલ પટેલ
 "પરિભાષા "

Thursday, 20 August 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

💫કોઈપણ બીમારીથી બચવા કે તેમાંથી ઉગરવા દવા કરતાં માનસિક મનોબળ વધુ અસર કરે છે💫🗝️

         તમે ગંભીર બીમારીમાં  પટકાયા હોવ.. ને તમારી જીવવાની જીજીવિષા મરી પરવારી હોય તો કોઈપણ ડોક્ટર કે કોઈ પણ દવા તમને બચાવી નહીં શકે ‌. તેની અસરકારકતા જ નહિ રહે.કારણ કે તમારા અર્ધજાગ્રત મન એ તમારા શરીરને સંદેશો આપી દીધો છે કે હવે મારે જીવવું નથી. તો શરીરની દવા ને ટ્રીટમેન્ટ સામે પ્રતિક્રિયા પણ તે મુજબની જ રહેશે. એવું નથી કે દવા ક્યારેય અસર નથી કરતી પણ પહેલા તમારે મનથી મક્કમ અને પોઝિટિવ થવું પડશે કે... "મારે "જીવવું" છે"...."હું ચોક્કસ આ બીમારીમાંથી સાજા થઇશ"...."હું હજુ આ દુનિયાને મન ભરીને જીવવા ઇચ્છું છું".."હું એક યોદ્ધાની જેમ આ બીમારી સામે લડીશ ને જીતીશ". આ એટીટ્યુડ તમારે કેળવવો પડશે.

        આ કોરોના નામની મહામારીમાં પણ જો તમે તમારાં ડરને તમારાં પર હાવી થવા દેશો.. તો બીમારી સામેથી એટ્રેક્ટ થઈ તમારાં તરફ આવશે. કેમકે તમે ડરને લીધે સતત તેના વિશે વિચારો છો. આ ડર આવે છે ક્યાંથી?? સમાચાર નાં માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, કેટલાક નેગેટીવ લોકોના સંસર્ગથી. જો તમે આ ડરથી 'પર' થઈ શક્યાં ને પ્લાનિંગ પૂર્વક આ ઇન્ફેક્શન સામે લડવા માટે માનસિક શારીરિક રીતે પોતાને સ્ટ્રોંગ બનાવી લીધું તો પછી તમે આ બીમારીથી દૂર રહેશો અથવા બીમારી થશે તો પણ તમે તેમાંથી સહેલાઇથી ઉગરી જઈ બહાર આવી શકશો. નિયમિત યોગા, પ્રાણાયામ ,એક્સરસાઇઝ, હેલ્ધી ફૂડ ,પોતાને ઈમ્યૂન કરતાં થોડાંક આર્યુવેદિક ઉપચાર રોજ કરતા રહો તો આ સમય તમારી જૂની લાઇફ-સ્ટાઇલને ધરમૂળમાંથી ચેન્જ કરી કાયમ માટે હેલ્ધી જીવન જીવવા સંજીવની પૂરી પાડશે.

        " ડિપ્રેશન"એક બીમારી છે તેવી તો થોડાક વર્ષોમાં ઉજાગર થયું. વર્ષો પહેલાં પણ માણસ નિરાશામાં સપડાઈને જીવન સંકેલી લેતાં હતાં તેનાં કેટલાય ઉદાહરણ છે. હા પ્રમાણ થોડું ઓછું હતું કારણકે પોતીકાપણું, આત્મીયતા ,સંવેદન સોશિયલ મીડિયા પર આટલું નિર્ભર ન હતું. આજે પોતાના વ્યક્તિ સાથેનાં સંબંધોમાં પણ મોબાઈલ ફેક્ટર..ઘણો અસર કરે છે. પહેલા ના સમયમાં માણસ પાસે બીજા માણસ ને છેતરવા માટે નાં આટલાં બધાં માધ્યમો ન હતાં માણસ પોતાનાં વ્યક્તિઓ સાથે સાચા અર્થમાં "કનેક્ટેડ" હતો....."મારા મેસેજનો રિપ્લાય કેમ ન આપ્યો?".."ત્રણ-ચાર કોલ કર્યા ઉપાડતા કેમ નહતાં?"..."whatsapp પર રાત્રે મોડા સુધી ઓનલાઇન કેમ હતા?"... આ બધી વસ્તુઓ પર આજે આપણે સંબંધની મુલવણી કરીએ છીએ. સંબંધને, પોતાનાપણાને ,લાગણીને આ બધાંથી માપીએ છીએ.શું ખરેખર આપણે સોશિયલ મીડિયાને આપણાં સંબંધો પર હાવી થતાં "જોઈ" શકીએ છે ખરાં!! જો આ રીતે વિચારીએ તો તમે કોઇપણ સંબંધમાં ક્યારેય સ્થિર રહી શકવાનાં જ નથી. તમે એક આખાં વ્યક્તિત્વને, એક વાવાઝોડાને ફોનની 5 બાય 5 ની સ્ક્રીન માં લોક કરવા મથો છો. આનાથી ઉત્પન્ન થાય છે એકલતા,ડિપ્રેશન ની બીમારી. એન્ટી સોશિયલ પર્સનાલિટી નો ઉદ્ભવ. હા તે કોઈપણ બીજી બીમારી કરતાં વધુ પીડાદાયક અને જીજીવિષા ને મારી નાખનાર બીમારી છે હા આમાં પણ "પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર" સૂત્ર ચોક્કસ લાગું પડે છે.

            તમારાં સોશિયલ મીડિયામાં કેટલું ફ્રેન્ડ લિસ્ટ છે તેનાં કરતા થોડા પણ સાચાં મિત્રો કેટલાં છે તેને મહત્વ આપો. તેમને સમય આપો. 'આત્મીયતા' પોતાનાં વ્યક્તિએ જોડે જાળવી રાખવાં તેનું જતન કરવા, તેમનાં માટે સમય આપો. સોશિયલ મીડિયાના અથવા મોબાઇલના સ્પંદનો, ખોખલી દુનિયાને વધુ મહત્વ આપવાને બદલે પોતાનાં વ્યક્તિ, તેનાં સ્વતંત્ર વ્યક્તિત્વને અને પોતાની સાથે તેના સંવેદનશીલ આત્મિક જોડાણને વધુ મહત્વ આપો. તે વ્યક્તિને તે સંબંધને એક અતૂટ વિશ્વાસ ની જરૂર છે. સ્વીકાર ની જરૂર છે. ભૂલો સાથે, ખામીઓ સાથે સંપૂર્ણ સ્વીકારની.

         તમે તો તે માણસને ,સંબંધને ઈશ્વર જોડે ત્રાજવામાં તોલવા બેસી ગયાં!!! સહેજ કાટલું નમ્યુ એટલે બસ કાપી કાઢ્યાં સબંધ. અરે તે તો નમવાનું જ છે. એક બાજુ ઈશ્વર છે ને એક બાજુ ખામી ખૂબી વાળો સામાન્ય માણસ. તેનાથી તો ભૂલો થવાની. આ પરિસ્થિતિના અનુરૂપ, તેની સામે આવતા પડકારને અનુરૂપ તેને જીવવું પડવાનું. પણ એ બધાથી પર થઈ સંગાથે સતત જીવી શકે તેનું નામ "સમ-બંધ". અને આ સમ-બંધ હશે ત્યાં એકલતા ડિપ્રેશન ક્યારેય નહીં આવે. આ સોશિયલ મીડિયાના સંબંધ પરનાં આ પ્રભાવથી પર થવાં પણ મજબૂત માનસિક મનોબળ ની માનસિક મક્કમતા ની જરૂર પડે છે.

           કોન્ટ્રોવર્સી એ જીવન નો સ્વભાવ છે.તેમાં બીમારીઓ, તકલીફ, મુશ્કેલીઓ,અણધાર્યાં વળાંકો ...જાણે કોઈ રોલરકોસ્ટર રાઇડ માં બેઠા હોઈએ તેમ આવવાનાં જ છે. તેમાં "આત્મવિશ્વાસ" અને "આત્મ શ્રદ્ધા" રૂપી દીવાદાંડી હંમેશા સાથે રાખશો તો તમને કશું પણ ડગાવી નહિ શકે. ને દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન થઈને જીવી શકશો.

           "સંજુ" મુવી નું એક ગીત છે... "કર હર મેદાન ફતેહ".. ક્યારેક નિરાશ આવે ત્યારે સાંભળી જોજો. એક ઉર્જાનો આવિર્ભાવ થશે. એમાં કેટલાક ઉસ્તાદ ના ગીતો નો ઉલ્લેખ પણ છે. જે ખરેખર દરેક વ્યક્તિમાં જીજીવિષા નો દીવો જીવતો રાખવાં મદદરૂપ થાય એવાં છે. જ્યારે તમને એ દીવાઓ હોલવાતા દેખાય!

"ન મુંહ છુપા કે જીઓ ઔર ન સર જુકાકે જીઓ...
      ગમો કા દોર ભી આયે..તો...
                 મુસ્કુરા કે જિઓ..."

"રુક જાના નહીં તું કભી હાર કે"

"કુછ તો લોગ કહેગે...
      લોગો કા કામ હૈ કહેના..."

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

💫કોઈપણ બીમારીથી બચવા કે તેમાંથી ઉગરવા દવા કરતાં માનસિક મનોબળ વધુ અસર કરે છે💫🗝️

         તમે ગંભીર બીમારીમાં  પટકાયા હોવ.. ને તમારી જીવવાની જીજીવિષા મરી પરવારી હોય તો કોઈપણ ડોક્ટર કે કોઈ પણ દવા તમને બચાવી નહીં શકે ‌. તેની અસરકારકતા જ નહિ રહે.કારણ કે તમારા અર્ધજાગ્રત મન એ તમારા શરીરને સંદેશો આપી દીધો છે કે હવે મારે જીવવું નથી. તો શરીરની દવા ને ટ્રીટમેન્ટ સામે પ્રતિક્રિયા પણ તે મુજબની જ રહેશે. એવું નથી કે દવા ક્યારેય અસર નથી કરતી પણ પહેલા તમારે મનથી મક્કમ અને પોઝિટિવ થવું પડશે કે... "મારે "જીવવું" છે"...."હું ચોક્કસ આ બીમારીમાંથી સાજા થઇશ"...."હું હજુ આ દુનિયાને મન ભરીને જીવવા ઇચ્છું છું".."હું એક યોદ્ધાની જેમ આ બીમારી સામે લડીશ ને જીતીશ". આ એટીટ્યુડ તમારે કેળવવો પડશે.

        આ કોરોના નામની મહામારીમાં પણ જો તમે તમારાં ડરને તમારાં પર હાવી થવા દેશો.. તો બીમારી સામેથી એટ્રેક્ટ થઈ તમારાં તરફ આવશે. કેમકે તમે ડરને લીધે સતત તેના વિશે વિચારો છો. આ ડર આવે છે ક્યાંથી?? સમાચાર નાં માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, કેટલાક નેગેટીવ લોકોના સંસર્ગથી. જો તમે આ ડરથી 'પર' થઈ શક્યાં ને પ્લાનિંગ પૂર્વક આ ઇન્ફેક્શન સામે લડવા માટે માનસિક શારીરિક રીતે પોતાને સ્ટ્રોંગ બનાવી લીધું તો પછી તમે આ બીમારીથી દૂર રહેશો અથવા બીમારી થશે તો પણ તમે તેમાંથી સહેલાઇથી ઉગરી જઈ બહાર આવી શકશો. નિયમિત યોગા, પ્રાણાયામ ,એક્સરસાઇઝ, હેલ્ધી ફૂડ ,પોતાને ઈમ્યૂન કરતાં થોડાંક આર્યુવેદિક ઉપચાર રોજ કરતા રહો તો આ સમય તમારી જૂની લાઇફ-સ્ટાઇલને ધરમૂળમાંથી ચેન્જ કરી કાયમ માટે હેલ્ધી જીવન જીવવા સંજીવની પૂરી પાડશે.

        " ડિપ્રેશન"એક બીમારી છે તેવી તો થોડાક વર્ષોમાં ઉજાગર થયું. વર્ષો પહેલાં પણ માણસ નિરાશામાં સપડાઈને જીવન સંકેલી લેતાં હતાં તેનાં કેટલાય ઉદાહરણ છે. હા પ્રમાણ થોડું ઓછું હતું કારણકે પોતીકાપણું, આત્મીયતા ,સંવેદન સોશિયલ મીડિયા પર આટલું નિર્ભર ન હતું. આજે પોતાના વ્યક્તિ સાથેનાં સંબંધોમાં પણ મોબાઈલ ફેક્ટર..ઘણો અસર કરે છે. પહેલા ના સમયમાં માણસ પાસે બીજા માણસ ને છેતરવા માટે નાં આટલાં બધાં માધ્યમો ન હતાં માણસ પોતાનાં વ્યક્તિઓ સાથે સાચા અર્થમાં "કનેક્ટેડ" હતો....."મારા મેસેજનો રિપ્લાય કેમ ન આપ્યો?".."ત્રણ-ચાર કોલ કર્યા ઉપાડતા કેમ નહતાં?"..."whatsapp પર રાત્રે મોડા સુધી ઓનલાઇન કેમ હતા?"... આ બધી વસ્તુઓ પર આજે આપણે સંબંધની મુલવણી કરીએ છીએ. સંબંધને, પોતાનાપણાને ,લાગણીને આ બધાંથી માપીએ છીએ.શું ખરેખર આપણે સોશિયલ મીડિયાને આપણા સંબંધો પર હાવી થતાં "જોઈ" શકીએ છે ખરાં!! જો આ રીતે વિચારીએ તો તમે કોઇપણ સંબંધમાં ક્યારેય સ્થિર રહી શકવાનાં જ નથી. તમે એક આખાં વ્યક્તિત્વને, એક વાવાઝોડાને ફોનની 5 બાય 5 ની સ્ક્રીન માં લોક કરવા મથો છો. આનાથી ઉત્પન્ન થાય છે એકલતા,ડિપ્રેશન ની બીમારી. એન્ટી સોશિયલ પર્સનાલિટી નો ઉદ્ભવ. હા તે કોઈપણ બીજી બીમારી કરતાં વધુ પીડાદાયક અને જીજીવિષા ને મારી નાખનાર બીમારી છે હા આમાં પણ "પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર" સૂત્ર ચોક્કસ લાગું પડે છે.

            તમારાં સોશિયલ મીડિયામાં કેટલું ફ્રેન્ડ લિસ્ટ છે તેનાં કરતા થોડા પણ સાચાં મિત્રો કેટલાં છે તેને મહત્વ આપો. તેમને સમય આપો. 'આત્મીયતા' પોતાનાં વ્યક્તિએ જોડે જાળવી રાખવાં તેનું જતન કરવા, તેમનાાટે સમય આપો. સોશિયલ મીડિયાના અથવા મોબાઇલના સ્પંદનો, ખોખલી દુનિયાને વધુ મહત્વ આપવાને બદલે પોતાના વ્યક્તિ, તેનાં સ્વતંત્ર વ્યક્તિત્વને અને પોતાની સાથે તેના સંવેદનશીલ આત્મિક જોડાણને વધુ મહત્વ આપો. તે વ્યક્તિને તે સંબંધને એક અતૂટ વિશ્વાસ ની જરૂર છે. સ્વીકાર ની જરૂર છે. ભૂલો સાથે, ખામીઓ સાથે સંપૂર્ણ સ્વીકારની.