Thursday, 11 June 2020

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️
"વર્તમાન સમયમાં બાળકો ની મનોસ્થિતિ નું અનાવરણ...."💫❣️☺️☺️

‌           બાળકનો મૂળભૂત સ્વભાવ જ વહેવાનો છે,રમવાનો છે, મ્હાલવાનો છે, ઝુમવા નો છે.તેને સ્થગિત કરી દેવામાં આવે ભલે તે પરિસ્થિતિને અનુલક્ષીને હોય તો પણ.. તેને કુંઠીત તા તરફ લઈ જતી દોરી ના બની જાય તે જોવું એક શિક્ષક તરીકે, માબાપ તરીકે, સમાજના એક નાગરિક તરીકે, જોવું સમજવું ખૂબ જરૂરી છે. આજ વિષયને લઈને જીસીઈઆરટી દ્વારા "પરિવારનો માળો" શૈક્ષણિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.... જેમાં ઘણા વિદ્વાન વિચારકો, શિક્ષણવિદો દ્વારા.. એકદમ સરળ ભાષામાં બાળમનોસ્થિતિ ની કઈ રીતે આપણે સંભાળ લેવાની છે જેથી તેનો માનસિક રીતે તંદુરસ્ત વિકાસ થઈ શકે.આ પરિસ્થિતિમાં તેનાં મનોબળ પર ,વિચારો પર નકારાત્મક અસર ન થાય.. તેના પર વિચાર વિમર્શ કર્યો છે ને ઘણા સુદ્ઢકો ને રચનાત્મક ઉપાય બતાવ્યા છે. જેવાકે ...."આપણે તેની સાથે બેસી  "પરિવાર વૃક્ષ " બનાવી શકીએ."... જેનાથી કુટુંબ ભાવના, સમાજ ભાવના, તેની હુંફ, લાગણીના સંગાથ નો તેને અહેસાસ રહે..."તેનામાં ડાયરી લખવાની ટેવ કેળવી શકીએ"..એક મસ્ત મજાની ડાયરી લાવી આપી અથવા સાદી નોટમાં ડાયરી બનાવી દરરોજ ચાર-પાંચ વાક્ય પોતાનાં મનગમતાં લખવાની તેનામાં આદત કેળવીએ. જેથી પોતાની લાગણીઓ, તકલીફ ,ખુશીને તે વાંચા આપતા શીખે. તેનો રચનાત્મકતા, ભાવનાત્મક વિકાસ થાય. હમણાં થોડુંક ફુરસદના સમય મળે છે તો બાળકો સાથે હળવા યોગા કરી શકો. તેને પણ યોગા પ્રાણાયામ અભિમુખ કરવાનો બેસ્ટ ટાઈમ છે. હળવાં યોગા તેને કરાવી શકાય. જે આવનાર સમયમાં શારીરિક માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તેને મદદ કરશે. નાની-નાની ક્રિએટિવિટી તરફ વાળી શકો. જેમ કે પુસ્તકને કવર ચઢાવતાં શીખવો. જુના ચોપડાના પુંઠા માંથી માસ્ક બનાવતાં શીખવો.

.            એ ચિલ્ડ્રન કોર્નર ઘરમાં બનાવી તેમાં તેનો મનપસંદ રંગ જાતે કરે, તે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકે તેઓ અવસર  આપી શકીએ. ઘણા સગા-સંબંધી કે જેઓ સાથે તે ઘણા સમયથી સંપર્કમાં નથી તેમની જોડે ફોન કરીને બાળકને વાત કરાવી શકાય. વિડીયોકોલ થી નજીક ના સગા સંબંધીઓ, પિતરાઇ ભાઇ-બહેનો, તેના મિત્રો, ક્લાસમેટ, શાળાના શિક્ષકો જોડે વાત નિયમિત કરાવી શકાય. જેનાથી તે પોતાને એકલો થઈ ગયો ન સમજે અથવા તેવો ભાવ તેનામાં ન આવે. જુના આલ્બમ કાઢી તેને બતાવી શકાય... અથવા જોવા આપી શકાય. અને તેમાં ઘણા જૂના મિત્રો અને સંબંધીઓ નો પરિચય તેને કરાવી શકાય. જે બાળકના સામાજિક વિકાસમાં ખૂબ મદદરૂપ થઈ શકે.

                   હમણાં આર્થિક-સામાજિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ મોટેરાઓ થોડી ચિંતા અને પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છે. ત્યારે સ્વભાવિક છે બાળક પણ નાની-નાની વાતમાં  ગુસ્સે થઈ જવાય. પણ સભાનપણે આ પરિસ્થિતિ અટકાવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે મા-બાપ પોતાના ઘરકામ અને ઓફિસના કામમાં વ્યસ્ત રહી આ કપરો સમય સહેલાઇથી પસાર કરી લેશે. પણ બાળક સતત મુંઝાતુ, કચવાતુ, અને અન- બેલેન્સ્ડ ફીલ કરતું ઘરમાં ફરતુ હશે. તેને હુંફ, સહકાર તેની મનોસ્થિતિ ને સમજીને તેની જોડે વ્યવહાર કરવો ખૂબ જરૂરી  છે.જેમ મોટેરાઓ સ્ટ્રેસ ડિપ્રેશન ની લાગણી જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવતા હોય છે તેમ આજના જમાનામાં બાળકો પણ અનુભવતા હોય છે તેને "કળવું" આપણા માટે અને બાળક માટે ખૂબ જરૂરી છે.

        આજે માનવતાની જરૂર મોટેરાઓને છે એનાથી કંઈ કેટલીય જરૂર બાળકોને પણ છે. ફરક એટલો છે કે મોઢેરા પોતાની થઇ રહેલ તકલીફ ને વાચા આપી શકે છે. વ્યક્ત થઈ શકે છે ,કોઈની મદદ માગી શકે છે. ને બાળકો પોતાની મૂંઝવણ વ્યક્ત કરવા પડઘો શોધતા હોય છે. જે આપણે બનવાનું છે. બાળક જ્યારે મન ભરીને રમે છે ત્યારે તે પ્રસન્ન રહી શકે છે. ને તે પ્રસન્ન રહે છે ત્યારે જ તે સારું ભણી શકે છે ને તેને તંદુરસ્ત વિકાસ થઈ શકે છે. આજે ટ્યુશન ,હોમવર્ક, બીજા એક્સ્ટ્રા એક્ટિવિટીઝ ના વર્ગો થી બાળકોને મજુર બનાવી દેવામાં આવ્યો છે. ભાર વહન કરતો મજુર. તે  ટીપીકલ બાળમજૂરીથી સહેજ પણ ઓછું નથી. આ એક જ કારણ છે કે તે અભ્યાસમાં અભિરુચિ કેળવી શકતો નથી. રસ દાખવી શકતો નથી. એવું નથી કે ભણવાનું તેને ગમતું નથી પણ ભણવાની વ્યાખ્યા માત્ર ગોખવાનું,રટ્ટો લગાવવાનું, જુનુ માત્ર એક ને એક લખ્યાં કરવું તે નથી. તે ખુદને કંઈક નવું શીખી શકે,સ્વાનુભવથી સ્વ ઈચ્છા થી,સ્વરસથી વિવિધ વિષયો જોડે તાદામ્ય કેળવી શકે અને તેને જીવન અનુભવથી તારવી શકે તો તેને મજા આવે. તમને આઠ નવ કલાક સતત એક જ પ્રવૃત્તિ કર્યા કરવાનું કહે તો તમને તેનામાં કોઇ અભિરુચિ પ્રગટે કરી...!!! તો બાળકને કેવી રીતે થાય? તેનો અર્થ એવો નથી કે ભણવાનું જ નહીં.પણ ધ્યાન રાખવું જરૂરી છે કે બાળક ભણવા નામે માત્ર પ્રશ્નોને ત્રણ-ચાર વાર લખી લખીને માત્ર રટ્ટો જ નથી લગાડતો ને...

‌         સતત પ્રવૃત્તિશીલ રહેવું એ બાળકનો સ્વભાવ છે માટે બાળક જો આવાં વાક્યો ઉચ્ચારે....કે  "મને કંટાળો આવે છે"  "મને કંઈ ગમતું નથી"  "મારી સાથે બેસો ને પપ્પા"..."મમ્મી મારી સાથે વાત કરો ને"..."પપ્પા મારી સાથે બેસીને ટીવી જુઓ ને"...."મમ્મી મારી સાથે રમો ને..".."મને એકલું એકલુંલાગે છે".. આવાં વાક્યો ઉચ્ચારે એટલે આપણે માની લેવું કે આપણી બાળક માટે ની ફરજ અદા કરવામાં ક્યાંકને ક્યાંક આપણે થાપ ખાઇ રહ્યા છે. ને તરત તેના પ્રત્યે સચેત થઇ બાળકની મનોસ્થિતિને સમજી, તેના ઉપાયો શોધવા પ્રયત્નશીલ થઈ જવું જરૂરી છે. એ તમારો સમય માંગે છે ,તમારો સંગાથ માગે છે, તમારી તેની સાથે ની ઉપસ્થિતિ માંગે છે. ને તે આપવું તે તમારી ફરજ છે.જો તમે ઈચ્છતા હોય કે તમારું બાળક આત્મવિશ્વાસુ ,સાહસી, હિંમતવાન, લાગણીશીલ ,સંવેદનશીલ ,સામાજિક બને તો તેના માનસિક સ્વાસ્થ્ય ને ખાસ સાચવજો. તમે ઈચ્છતા હોય કે તેનાં માં આઈ-ક્યુ લેવલની સાથે ઈ- ક્યુ લેવલ પણ ખૂબ ઊંચું રહે ને જીવનમાં દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા તે સક્ષમ બને તો તેનાં માનસિક વિકાસનો શ્રેષ્ઠ તબકકો આ જ છે . સતત હકારાત્મક સુદ્ઢકો આપી, સહકાર ,સાથ ,સંગાથ આપી તેનો વિકાસ કરવો જરૂરી છે.

‌ મિત્તલ પટેલ
‌"પરિભાષા "
‌અમદાવાદ

Wednesday, 10 June 2020

🌳 ગીત : - "મન ગરમાળો..."
 
મનનો ગરમાળો એ શોધે નજર મહેફિલ
       મૃગજળ જે લાગણીનું પીવડાવે ...

(૧)  તડકે ઝગમગતી એ રંગોની મહેફિલ
            ને તોરણિયાં બાંધે રસ્તાને ,
       ઝાડવાને પહેરાવી પીળું પાનેતર
          એ પી જાય કાળઝાળ તડકાને ......   
                મનનો ગરમાળો
 
(૨ ) માંડવડો બાંધે એ હવામાં તરતો 
            ને ઝાડવાને રોજ રોજ પરણાવે ,
       ઝૂમી ઉઠે હર પવનની લહેરખી 
             ને  ઝૂમખે  કંકોત્રી ચિતરાવે .....
                         મનનો ગરમાળો

 ✍️મિત્તલ પટેલ -"પરિભાષા "
         ..અમદાવાદ

મન ગરમાળો....😊💫

તડકે ઝગમગતી એ રંગોની મહેફિલ.... ને
          તોરણ બાંધે... તે રસ્તાને......

ઝાડવાને પહેરાવી પીળું પાનેતર...
       તે તો પી જાય કાળઝાળ તડકાને....

મન ગરમાળો શોધે તે નજરો ની મહેફીલ
      જે લાગણીનું મૃગજળ પીવડાવે.....

માંડવો બાંધે તે હવામાં તરતો...ને...
         ઝાડવાને રોજ રોજ પરણાવે.....

ઝુમી ઉઠે હર પવનની લહેરખી....
        ઝુમખે...પ્રણય ની કંકોત્રી.. ચીતરાવે...

મન ગરમાળો શોધે તે નજરો ની મહેફીલ....
       જે લાગણી નું મૃગજળ ..પીવડાવે...

મિત્તલ પટેલ
"પરિભાષા "
અમદાવાદ

Monday, 8 June 2020

""મેક્રો ઈવોલ્યુસન-વર્તમાન સમયની તાસીર....."", read it on Pratilipi :
https://gujarati.pratilipi.com/story/z0cyjlp1xusg?utm_source=android&utm_campaign=content_share
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free
⛈️   મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...🌍🔭💫❣️🌹☕☕

"મેક્રો ઈવોલ્યુસન-વર્તમાન સમયની તાસીર....."

‌     ઈશ્વરે આપણને એક એવી સ્થિતિમાં મૂકી દીધા છે કે આ પરિસ્થિતિને નકારી પણ નથી શકતાં કે તેને મનમાં બેસાડી પરતંત્રતા થી જીવી પણ નથી શકતાં. 'હું તો બહુ   safe છું.. મને કંઈ નહીં થાય'.. 'આ તો સામાન્ય શરદી ખાંસી જેવો વાયરસ છે'. એવી માનસિકતા સાથે જો તમે જીવી રહ્યા હોય તો તમે સૌથી વધું unsafe છો. Careless પણે જીવશો તો આ વાઈરસ તમારી સૌથી પહેલાં care કરશે. ને મનમાં સતત ડરીને ચાલશો તો તમે મૃત અવસ્થામાં જ જીવતાં રહેશો. જ્યાં મન જ મરી ગયું હોય ત્યાં શરીર જીવીને શું કરે!! જીવંત નહીં રહી શકો. બેટર છે કે આવનારા વર્ષોનોજે સમય છેતે દરમિયાન આપના સૌના જીવનમાં આવનારા ધરખમ ચેન્જીસ સાથે અનુકૂલન સાધી જીવતા શીખી જઈએ.તે માટે આપણી લાઈફસ્ટાઈલ ,આદતોમાં થોડા ફેરફાર લાવી,તમામ નેગેટિવિટી ને ખીંટી એ લટકાવી હકારાત્મકતા ની થેલી ને કાયમ માટે ખભે રાખી એક એક ક્ષણને આનંદથી જીવી લઈએ. અથવા જેટલી જિંદગી જીવીએ તેને ઉત્સવની જેમ ઉજવી લઈએ... એટલે આવસ્થાને નજર અંદાજ પણ નથી કરવાની કે નજરમાં ઉતારી પણ નથી લેવાની.. માત્ર નજરમાં રાખી મન ભરીને ખુશ થઈને ઉત્સાહથી જીવવાનું છે

         
તરત આપી દઈશ તું જવાબ હે ઈશ્વર...
                 એવી અભિલાષા હરગીઝ નથી જ...
‌         પણ "તું છે" એ શ્રદ્ધા મને આજે હરક્ષણ જીવાડે છે
‌.    
‌.           જેમ પહેલા મંદિરમાં બાધાઓ રાખતાં હતાં... માનતાઓ માનતા હતા.. નાળિયેર ચડાવી માંગણીઓ કરતાં હતાં.. મંદિરોમાં  તેલ દૂધનો વરસાવ કરતાં હતાં... તો એ બધું હમણાં શૂન્ય થઈ ગયું છે.... અથવા કારગત નથી કે ફળદાયી નથી... તેનો મતલબ કે ઇશ્વર આ બધું નથી માનતો... 'આપણે' માનતા હતાં.. ઇશ્વર આ બધું નહોતા ઈચ્છતાં.. માનવતા ઇચ્છતાં હતાં... ભગવાન  પોતાને ખોટું લાગે એવું વિચારીને લોકો  તેમની પૂજા અર્ચના કરે એવું નહોતા ઈચ્છતાં... માણસ માણસને માનસિક રીતે દુઃખી ન કરે ,પીડા ન આપે તેવું ઇચ્છતાં હતાં... ઈશ્વર સ્વકેન્દ્રિત ન હતાં ...માણસ સ્વકેન્દ્રી હતો .મારી મિલકત, મારા સપના ,મારી જ મહત્વાકાંક્ષાઓ. એટલે આ સમયે જે વસ્તુઓ ભ્રમ સમાન છે..ને કંઈ વસ્તુઓ આપણા સૌના જીવન ની જીવાદોરી સમાન છે તે ઓળખાવી જાય છે.
‌.         લગ્ન, મરણ અને બીજા પ્રસંગોમાં વધુ પડતાં દેખાડા, મોટાઈ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવો એ બધું જરુરી ન હતું. ઈશ્વરને હૃદયપૂર્વકની નિઃસ્વાર્થ પ્રાર્થના, મંદિરમાં ઈશ્વરની આરાધના ઘંટનાદ સાથે ઈશ્વર ની સમુહ આરતી જે હૃદયમાં હકારાત્મકતા અને જીવન જીવવા ધબકાર ભરી દે તેવા અંગો છે.સબંધોની હૂંફ, જીવનમાં ટકી રહેવા  હકારાત્મકતાની જરૂરિયાત અને માણસની મૂળભૂત જરૂરિયાતો ઘણી ઓછી છે તેની સમજ આ સમય આપી જાય છે .
‌.           જ્યારે જીવનના બધા દરવાજા બંધ દેખાય, અંધકાર ઘેરી વળે અને પ્રકાશના કિરણ ની આશા ન દેખાય ત્યારે ...અન્ય કોઇ ઉપચાર કામ ન આવે ત્યારે, સૌથી વધુ કારગત  નીવડતી હોય તો તે વસ્તુ છે "પ્રાર્થના".... પ્રાર્થનાની શક્તિ શબ્દોમાં ન વર્ણવી માત્ર અનુભવી શકાય.. તેને ચર્ચી ન શકાય... સાક્ષાત્કાર થઈ શકે. બે હાથ જોડી... સ્થૂળ આંખો બંધ કરી.. અંતરથી કરેલ નિસ્વાર્થી ને સાચા હૃદયથી પ્રાર્થના નો  પ્રત્યુતર ચોક્કસપણે મળે જ છે. ને પ્રાર્થના કરવાથી જે  માનસિક શક્તિ મળે છે તે દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા ખુશ રહેવા રસાયણ પૂરું પાડે છે. ઈશ્વર ક્યાંય નથી ઈશ્વર આપણી ભીતર જ છે. તેની અનુભૂતિ આપણને પ્રાર્થના કરાવે છે.
‌ 
.          આ સમયે જેના કદાચ આપણામાંથી કેટલાક ઘરે રહીને કામ કરતા હશે...કેટલાક એ ઓફિસ જવાનું શરૂ કર્યું  હશે કેટલા ધંધા-રોજગાર પર ખરાબ અસર પડી હશે તો ટકી રહેવા બીજા રસ્તાઓ શોધવા પ્રયત્નશીલ હશે... આમાં કોરોના સમયની ઇફેક્ટ ઓછાવત્તા પ્રમાણમાં માનસિક રીતે થતી હશે. ડરની સાથે જીવવું સહેલું નથી ...માટે 'આપણે ડરથી પર જઈને જીવવાનું છે'..... જે અઘરું છે પણ અશક્ય નથી. તે માટે રોજ થોડા સમયનું સારા પુસ્તકોનું વાંચન, દરરોજ આપણા સ્નેહીજનો, મિત્રો, સંબંધીઓ સાથેનો સંવાદ ને વાતચીતનો સેતું...  આ બધામાંથી મળતી હુંફ, પ્રેમ લાગણી અને હકારાત્મકતા આપણને તરબોળ રાખશે. ઈશ્વરમાં શ્રદ્ધા અને દરરોજ મનથી કરાતી પ્રાર્થના આપણને પોતાના પરની શ્રદ્ધા ટકાવી રાખવામાં મદદ કરશે. કોઈને કરેલી પોતાનાથી બનતી મદદ, મનથી હારી ગયેલા ને આપેલ થોડીક જીજીવિષા..., રોજ થોડું થોડું..પણ થતું સત્કર્મ.. પણ આપણા મનોબળને વ્રજ સમાન બનાવવા પૂરતું છે.

મિત્તલ પટેલ 
"પરિભાષા" 
અમદાવાદ
mitalpatel56@gmail.com
‌.

Wednesday, 3 June 2020

"તણખા"---ધૂમકેતુ

   ધૂમકેતુની નવલિકાઓ વાંચતા ઘણા હૃદયને સ્પંદી જાય તેવા શબ્દો સાથે ઓળખાણ થઈ... ને સતત તેનાં ભાવરસનો  સંગાથ મળ્યો છે. એકેએક કોળિયો ચાવીને ખાવાથી પચી સ્વાસ્થ્યને ચમકાવે છે. તેવી આ એકેએક નવલિકા ધીરજ અને સમય લઈ વાંચવાનો લ્હાવો મળે તો આપણે પૂરેપૂરા એ વાર્તામાં ઓળઘોળ થઈ જઈએ છે ને તે દરેક પ્રકારની સંવેદના આપણને જીવાડે છે જાણે આપણે પોતે તે વાર્તા માં  હોઈએ અને તે સમયને જીવી રહ્યા હોય ,સંવેદી રહ્યા હોય તે લેવલ સુધી લઇ જાય છે. ને તે જ તેની ખૂબી પરાકાષ્ઠા અને લાગણીનું લીંપણ છે

‌        અને. વાહ!! કલ્પન...ની પરિભાષા... તેની તો વાત જ શી કરવી...!!મનને તૃપ્ત કરી દે એવી શાતા મળે....

‌"શુદ્ધ સોનાના રસનો પ્રવાહ જાણે બરફ ના ઢગલા પર ઢોળાઈ રહ્યો હોય.."
‌"કનૈયા જેવો ઘેરો આસમાની ઘનશ્યામ રંગ"
‌"શુદ્ધ ચાંદનીને કેસુડાં  નિચોવી નિચોવીને નવરાવ્યાં હોય એવાં શિખરો"
‌"તરત ની નાહેલી સ્ત્રી જેવી શોભે તેવી કુદરત શોભી રહી હતી"

‌ નાજુક કાશ્મીરનાં 🐦 પક્ષીયુગલની જે વાત કરી છે તે ખરેખર માણવા જેવી છે

"તણખા"---ધૂમકેતુ

   ધૂમકેતુની નવલિકાઓ વાંચતા મને ઘણા હૃદયને સ્પંદી જાય તેવા શબ્દો સાથે ઓળખાણ થઇ છે ને સતત તેનાં ભાવરસનો  સંગાથ મળ્યો છે. એકેએક કોળિયો ચાવીને ખાવાથી પચી સ્વાસ્થ્યને ચમકાવે છે. તેવી આ એકેએક નવલિકા ધીરજ અને સમય લઈ વાંચવાનો લ્હાવો મળે તો આપણે પૂરેપૂરા એ વાર્તામાં ઓળઘોળ થઈ જઈએ છે ને તે દરેક પ્રકારની સંવેદના આપણને જીવાડે છે જાણે આપણે પોતે તે વાર્તા માં  હોઈએ અને તે સમયને જીવી રહ્યા હોય ,સંવેદી રહ્યા હોય તે લેવલ સુધી લઇ જાય છે. ને તે જ તેની ખૂબી પરાકાષ્ઠા અને લાગણીનું લીંપણ છે

‌        અને. વાહ!! કલ્પન...ની પરિભાષા... તેની તો વાત જ શી કરવી...!!મનને તૃપ્ત કરી દે એવી શાતા મળે....

‌"શુદ્ધ સોનાના રસનો પ્રવાહ જાણે બરફ ના ઢગલા પર ઢોળાઈ રહ્યો હોય.."
‌"કનૈયા જેવો ઘેરો આસમાની ઘનશ્યામ રંગ"
‌"શુદ્ધ ચાંદનીને કેસુડાં  નિચોવી નિચોવીને નવરાવ્યાં હોય એવાં શિખરો"
‌"તરત ની નાહેલી સ્ત્રી જેવી શોભે તેવી કુદરત શોભી રહી હતી"

‌ નાજુક કાશ્મીરનાં 🐦 પક્ષીયુગલની જે વાત કરી છે તે ખરેખર માણવા જેવી છે