Thursday, 5 March 2020

હિંમત સૌમાં ભરતું જાય...!



હાલક ડોલક ..હાલક ડોલક..
     ઝાડવું ડોલતું... હાલક ડોલક

છાયડો આપવું શીખવી જાય...
    ને શીતળતા પ્રસરાવતું જાય...

ઊંચો ઊંચો સાવ અડીખમ..
    પહાડની છે  છટા અડીખમ...

તોફાન સામે ટકવું કેમ!!
    એ અમને શીખવાડતું જાય..

હિંમતથી ઝઝુમવું કેમ...!!
    તે હિંમત સૌમાં ભરતું જાય

ધોળો ..ધોળો.. ગોલગપોળો...
     સુરજ ઉગતો રોજ રૂપાળો..

આથમી ને ફરી ઊગવું કેમ..!!
      એ રોજ રોજ શીખવાડતો જાય..

તડકે  ઊજળું શોધવું કેમ..!!
     તે તપતો તપતો કહેતો જાય.....

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

     

Sunday, 1 March 2020

હા !!હું ખુદ માં એકાકાર થઈ.. 
            નિરાકાર....બેઠી છું..
      ઝાંઝવા પાસે પાણી રેડી ....
             સ્વઅસ્તિત્વ ભૂસવા બેઠી છું....
"અસતો માં જ્યોતિર્ગમય"...
        આ શબ્દોમાં જીવી.‌‌...
                  બાકીના ભ્રમ... ખુદ જ તોડી ને બેઠી છું....!!


 મિત્તલ પટેલ 
"પરિભાષા"

Tuesday, 25 February 2020

ધોરણ6.. પ્રકાશ...
Students enjoyed and learnt  each concept of "light"unit of std7 practically ...
*પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે..~~~સીધી અને વાંકી ચુકી પાઈપ દ્વારા મીણબત્તીની જ્યોત નું નિદર્શન
*અંતર્ગોળ લેન્સ , બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ.....
*અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો.... દ્વારા મળતાં વસ્તુનાં પ્રતિબિંબ ...
*અંતર્ગોળ અરીસા માં વસ્તુનું આભાસી પ્રતિબિંબ... *બહિર્ગોળ અરીસા માં વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ....
*સાત રંગ ની તક્તી..... સીડી ની મદદથી સફેદ પડદા પર સૂર્ય પ્રકાશના કિરણનું સાત રંગમાં વિભાજન
*ચમચીમાં અંદરની બાજુ મળતું ઊલટું પ્રતિબિંબ અને બહારની બાજુ મળતું  ચત્તુ પ્રતિબિંબ...
*શા માટે મિરર માં દેખાતા અક્ષરો ઉલ્ટા હોય છે...??
*અરીસાથી પ્રતિબિંબ નું અંતર અને વસ્તુનું અંતર ...
*"Object in the mirror are closer than they appear"     એવું બાઈક કે ગાડી નાં સાઈડ ગ્લાસ માં શા માટે લખેલું હોય છે???

ધોરણ6.. પ્રકાશ...Students enjoyed and learnt each concept of "light"unit of std7 practically ...*પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે..~~~સીધી અને વાંકી ચુકી પાઈપ દ્વારા મીણબત્તીની જ્યોત નું નિદર્શન*અંતર્ગોળ લેન્સ , બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ.....*અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો.... દ્વારા મળતાં વસ્તુનાં પ્રતિબિંબ ...*અંતર્ગોળ અરીસા માં વસ્તુનું આભાસી પ્રતિબિંબ... *બહિર્ગોળ અરીસા માં વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ....*સાત રંગ ની તક્તી..... સીડી ની મદદથી સફેદ પડદા પર સૂર્ય પ્રકાશના કિરણનું સાત રંગમાં વિભાજન*ચમચીમાં અંદરની બાજુ મળતું ઊલટું પ્રતિબિંબ અને બહારની બાજુ મળતું ચત્તુ પ્રતિબિંબ...*શા માટે મિરર માં દેખાતા અક્ષરો ઉલ્ટા હોય છે...??*અરીસાથી પ્રતિબિંબ નું અંતર અને વસ્તુનું અંતર ...*"Object in the mirror are closer than they appear" એવું બાઈક કે ગાડી નાં સાઈડ ગ્લાસ માં શા માટે લખેલું હોય છે???

https://m.facebook.com/story.php?story_fbid=3000984576625600&id=100001422602254