Thursday, 20 February 2020

મોરબેની....




પીંછા ફેલાવી નાચે મોરબેની...
             સાથે.....
કલગી સોહાજે માથે... બેલડી રે.....(૨)

પગમાં પહેરી ઝાંઝર ને ....
              નાચે તા તા થૈ (૨)

રસ્તે ટહુકી બોલાવે મોરબેની...
               સાથે...
મોજડી રંગોની પહેરી.... ઘુમતી રે..(૨)

કંઠે પહેરી રંગો...
     ને ચમકે ચમ ચમ થૈ....(૨)

વાદળને ભરમાવે નાચી મોરબેની....
         સાથે....
વરસાદને બોલાવે નાચી ઠેકડી રે...(૨)


મિત્તલ પટેલ 
 "પરિભાષા"
   અમદાવાદ

Wednesday, 12 February 2020

ઓ ચાંદલીયા જાદુગર..!!



ઓ ચાંદલીયા જાદુગર...
     તું જાદુ તો શીખવાડ તો જા.....!!

અડધો ડૂબતો..
    આખો ઉગતો...
આખો ડૂબીને..
     અડધો થાતો...
આ સંતાકૂકડી રમવી કેમ..!!
    એ જાદુ તો શીખવાડ તો જા...!!

ઓ ચાંદલીયા જાદુગર....
    તું જાદુ તો શીખવાડ તો જા..!!

કાળી ચાદરમાં ...
    આભલાં જડતો...
સોય -દોરા ...
      વીજળીના ભરતો..

આ રાત રાની ને સજાવવી કેમ...!!
       તે જાદુ તો શીખવાડ તો જા..

     

ઓ ચાંદલીયા જાદુગર ...
     તું જાદુ તો શીખવાડતો જા..!



મિત્તલ પટેલ
“પરિભાષા”
અમદાવાદ