Wednesday, 15 January 2020
Thursday, 9 January 2020
Monday, 6 January 2020
તારલાંની વણજાર છે તેઓ....
કાલ સુધરશે એ બાળની જો....ને....
તું તારી આંગળી તેની હથેળીમાં તો આપ...
રચી લેશે તે તેની રંગોળી.. ખુદ જ....
તું તારી દ્રષ્ટિથી તેને દૂરદ્રષ્ટિ તો આપ...
પ્રીતની રીત બહુ ન્યારીછે એ દોસ્ત...
મા"સ્તર" પર છું.. તું....!! તું એ સ્તર પર....
" મા" તણો ભાવ તો આપ....
વિચારજે તું ખુદનું પણ હર ક્ષણ ભલે...
એક ક્ષણ 'વિચાર '.. તું..એ બાળ ને તો આપ..
રસ્તે ફરતા ફકીર નથી... તારલાની વણજાર ..છે તેઓ..
ચમકવા ને...ઝળકવા.... તું થોડો પ્રકાશ તો આપ...
મિત્તલ પટેલ
"પરિભાષા"
Wednesday, 1 January 2020
એ મનેખ...ને....
સ્માઇલ આપી શકો તો આપજો
એ મનેખ..ને....
જે..જીવે છે ખરો પણ મરે છે ભીતરથી...
વારે....વારે...
ખોબો ભરી જીવન જો આપી શકો તો..આપજો
એ મનેખ..ને...
જે..પહેરે છે "મુખવટો".. પણ મનાવરણમાં..
રીબાય છે વારે...વારે..
ખોટી ખુશામત ને વાહ વાહી સાંભળવી...
ખૂબ ગમશે તમને...
પણ થોડી પ્રશંસા સાચા મનથી...
કરી શકો તો કરજો ....
એ મનેખને......
જે અપંગ છે આર્થિક રીતે....
પણ સમૃદ્ધિ છલકે છે ....
આતમની....વારે..વારે...
મિત્તલ પટેલ
"પરિભાષા"
Wednesday, 25 December 2019
Thursday, 19 December 2019
Subscribe to:
Posts (Atom)