Tuesday, 10 December 2019

નિર્દોષ બાળક ..
      ને નિર્દોષ લાગણી..
તે નિર્દોષતાની સાથે રાજનીતિ જ્યાં રમાય..
     પછી સારા બનવા કરેલ વ્યવહાર શું કામના!!

નથી જરૂર શબ્દોની કે નથી જરૂર દેખાડાની...
    બાળકની જ પુંજી બાળ માટે જ ન વપરાય....
પછી ઉઘરાણી કરીને બાંધેલ મંદિર શું કામના...!!

પ્રોત્સાહન જ્યાં ન અપાય... બાળકની ક્ષમતા ને...
     ને મનોબળ તોડી પટકે જે તળિયે...
તેના હાથે કરેલ થોડાક દેખાડાનાં ઉપકાર શું કામના..!!


મિત્તલ પટેલ
 "પરિભાષા"


Thursday, 5 December 2019

ક્યારેક "સાચું" સમજાય ને ક્યારેક "સ્વ"..... વાત તો એક જ છે....😄

Sunday, 1 December 2019


થોડીક ક્ષણો ની કશમોકશ છે જિંદગી....

       ઉધારી કહો કે માલિકી...

ખેંચીને લીધેલ ...એ ...પહેલની લીટી છે જિંદગી

Tuesday, 26 November 2019

એક ડાળ પર પંખી બેસે ‌..
     પંખી ડાળની થાય મિત્રતા ...

ડાળી પંખીને હૂંફ નો માળો આપે..
     પંખી "ભાવ"ના ઈંડા મૂકે....

વરસાદ આવે , તુફાન આવે...
     પંખી ડાળી હારે હારે...

ન તૂટવા દે ઈંડા ને...
   ન તૂટવા દે માળો...

ઈંડા ફૂટ્યા  અ"ભાવ" આવ્યો...
     ખરબચડા રસ્તે એક જુગાઙ આવ્યો...

વૃક્ષ ને ઙાળીનો હવે થાક લાગ્યો...
ડાળી કહે "તું મારાથી થાક્યો!!"

વૃક્ષ કહે" હા બહુ તને સાંખ્યો.!!"..
     હવે જરૂર નથી મને... તું ભાગ અભાગ્યો...!!

ડાળી તૂટી ,આતમ તૂટયો..
      એ નિઃસ્વાર્થતાનું પલડું તૂટ્યું...

પંખી કેરો સ્વાર્થ જીત્યો..
    ઝાડવા કેરું પોતીકું છૂટ્યું....

સંવેદનાની કોર પકડીને..
   રડ્યું ડાળીયું.. ડૂસકે ડૂસકે...

ખડીયો સંભારે તેલને જીવવા...
    તેમ ડાળી પંખીને સંભારે....! 
મિત્તલ પટેલ
"પરિભાષા"

     



     


Monday, 18 November 2019

*અમે બાળ છે ઈશ્વરના…*


અમે બાળ છે ઈશ્વરનાં..
   અમાપ શક્તિના અજવાળાં...

ભણી ગણીને આગળ વધવા...
   આપ બળ થી રાહ ખૂંદનારા....

નૈતિકતા થી કામ કરીને...
    દેશને ઉજ્જવળ કરવાનાં...

તકલીફ આવે તુફાન આવે...
     આત્મવિશ્વાસથી લડવાનાં...

ધ્યેય બનાવી આગળ વધવાં..
    પરિશ્રમ ઝાઝો કરવાનાં...

ખુદ ઈશ્વર ને ખુદ વિધાતા...
     શ્રેષ્ઠ બનવાં સૌ મથવાનાં....
  
   મિત્તલ પટેલ 
    "પરિભાષા"