Wednesday, 13 November 2019



"તું જેવો છું ... એવો રેજે....
      ના કોઇ આવરણ.. ના કોઈ દંભ
       ના કોઈ શીશે મઢેલ અહમ....

ના કોઈનાથી પ્રભાવિત થઈ
     " સ્વપોત"ને.... રંગવાની મહેચ્છા...
તું જેવો છું.... એવો રેજે.......
      ના કોઈ અભિમાનના ઓથા...
      ના કોઈને નીચા બતાવવાની હોડ..

ખુદને ઉપર ઉઠાવવા તું ...
        થોડો સમતલ બનજે...
જે રસ્તે જાય તે તે રસ્તે...
      તું સાચા અર્થમાં એક "માણસ" બનજે..

ના કોઈ તલવાર, ના કોઈ પ્રહાર..
      ના કોઈ આરોપો ,દ્વેષ નાં તણખાર...
ખુદની ભૂલો, ખુદ ની ખામીઓ...
       સ્વિકારી ને સુધારવા તું સક્ષમ બનજે..

કોઈ કહે એટલે નહીં પણ..
      ખુદને માંજવા તું હંમેશ તત્પર રહેજે...
તું જેવો છું અદલ એવો રહેજે...
     ના કોઇ આવરણ, ના કોઈ દંભ...
     ના કોઈ શીશે મઢેલ અહમ....

            મિત્તલ પટેલ
              "પરિભાષા"
             અમદાવાદ


"તું જેવો છું ... એવો રેજે....
      ના કોઇ આવરણ.. ના કોઈ દંભ
       ના કોઈ શીશે મઢેલ અહમ....

ના કોઈનાથી પ્રભાવિત થઈ
     " સ્વપોત"ને.... રંગવાની મહેચ્છા...
તું જેવો છું.... એવો રેજે.......
      ના કોઈ અભિમાનના ઓથા...
      ના કોઈને નીચા બતાવવાની હોડ..

ખુદની ઉપર ઉઠાવવા તું ...
        થોડો સમતલ બનજે...
જે રસ્તે જાય તે તે રસ્તે...
      તું સાચા અર્થમાં એક "માણસ" બનજે..

ના કોઈ તલવાર, ના કોઈ પ્રહાર..
      ના કોઈ આરોપો ,દ્વેષ નાં તણખાર...
ખુદની ભૂલો, ખુદ ની ખામીઓ...
       સ્વિકારી ને સુધારવા તું સક્ષમ બનજે..

કોઈ કહે એટલે નહીં પણ..
      ખુદને માંજવા તું હંમેશ તત્પર રહેજે...
તું જેવો છું અદલ એવો રહેજે...
     ના કોઇ આવરણ, ના કોઈ દંભ...
     ના કોઈ શીશે મઢેલ અહમ....

            મિત્તલ પટેલ
             "પરિભાષા"
             અમદાવાદ


Sunday, 10 November 2019

https://m.facebook.com/story.php?story_fbid=2571681826258167&id=100002491241209

Saturday, 9 November 2019

એક પરિભાષા

વ્યવહારું વાતોની બાજુમાં જ
         બેસી  સંકોચાઈને…
              થોડુંક ખુલતું બારણું….
 ને તેમાંથી આવતાં ઉજાસમાં તરબતર….
                  આતમને…સતત જીવંત રાખતું….
                                  પરબિડીયું……એટલે પ્રેમ…..


વ્યસ્ત “જીવ”ડા…ને ખોંખારીને…
             ખુદમાં ખુદને…..ઓળખવાં  ને…
                          માણવાં….. મજબૂર કરતું….
                                 મરજીવીયું……એટલે પ્રેમ….


અસ્તિત્વની ઝાંખી કરાવી…
       ઈશનાં અનુભવ થકી …
          આખા જીવતરમાં સત્વ પ્રસરાવી….
                 તત્ સુધી પહોંચવા…..બનેલ એકેએક…
                          પગથિયું ….. એટલે પ્રેમ…


                                          મિત્તલ પટેલ
                                          “પરિભાષા”
                                            અમદાવાદ


                     

Friday, 11 October 2019

https://ishwarprajapati1983.blogspot.com/2019/10/blog-post_9.html

Monday, 2 September 2019

23 પ્રેરણાત્મક બાળનાટકો...

દરેક શાળામાં વિવિધ કાર્યક્રમોમાં બાળકો દ્વારા ભજવી શકાય તેવાં બાળનાટકો.....

Get home delivery of this book
By calling on this no.

+91 70166 14038

Sunday, 1 September 2019


YOU CAN GET THESE BOOKS FROM BELOW ADDRESS...

ગૂર્જર સાહિત્ય પ્રકાશન
૧૦૨,લેન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હોલની સામે...
૧૦૦ ફૂટ રોડ, પ્રહલાદ નગર ,અમદાવાદ ૧૫
ફોન :079-26934340 ,મો: 9825268759

OR YOU CAN GET HOME DELIVERY OF THIS BOOKS BY CALLING ON THIS NO....

+91 7016614038 By COD..