Friday, 30 August 2019

ઈશ્વરનાં નિમિત્ત થઈએ ..તોય.. ઘણું...

એ બાળકનાં હ્રદયમાં બિરાજીએ... તોય ઘણું...

વ્યવસાયે નહીં... પુજારી છીએ...બાળેશ્વરનાં...

હું એક શિક્ષક..." માં"સ્તર થઈ શકીએ તોય ઘણું...

Thank u god for making me the intermediate between u and childrens...as a teacher...

    ગુર્જર સાહિત્ય પ્રકાશન , અમદાવાદ.. દ્વારા.. બાળસાહિત્યનાં મારાં ત્રણ પુસ્તક   પબ્લિશ  થયાં છે....એક બાળનાટકો નું પુસ્તક... છે.. જેમાં દરેક શાળામાં વિવિધ કાર્યક્રમોમાં... બાળકો દ્વારા ભજવી શકાય તેવાં અને બાળકોમાં મૂલ્યસિંચન કરતાં.. બાળનાટકો... છે.અને શાળામાં  પ્રાર્થના સંમેલન દરમિયાન કે વર્ગખંડમાં બાળકોને કરાવી શકાય તેવાં...અભિનયગીતો નો સંગ્રહ છે....

    Activity based learning  અને  value education...નો હેતુ fulfill  કરી શકાય... તેવાં આ ત્રણ પુસ્તકો આપ સૌની સમક્ષ મૂકતાં  ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું....
  

Saturday, 24 August 2019

નંદકિશોર....

નંદકિશોર  ઓ..માખણચોર…
        હું બાળ બની બોલાવું તને….

રજેરજમાં તારો વ્યાપ ઓ કાન્હા…
              હરખે હરખે તેડાવુ તને….

સિદ્ કરે તું જીદ ઓ કાન્હા..
          માખણ ખાવા બોલાવું તને…

રિસ ચઢે તને ચાનક તોય
         મન ભરી મનાવું તને….

અણુ અણુ માં વ્યાપતો કાન્હા…
        હું બાળ બની બોલાવું તને….

                મિત્તલ પટેલ
                “પરિભાષા”
                 અમદાવાદ


Friday, 23 August 2019

રોજ નિશાળે જઈએ આપણે…

સપનાં જોવાં જઈએ આપણે….
રોજ નિશાળે જઈએ આપણે…

આંગળી સાહેબ બેનની પકડી….
આગળ વધવા જઈએ આપણે….

નવું નવું શીખશુ રોજ…
થોડું થોડું ભણશુ રોજ…

સ્લેટ પેની ને પેન્સિલ પકડી…
શીખવાં ભણવાં જઈએ આપણે..

સપનાં પુરાં કરવાં રોજ..
રોજ નિશાળે જઈએ આપણે…

સારા માણસ બનશું રોજ..
આગળ ડગલું ભરશું રોજ…

સાચું બનવા , ખોટું ભૂંસવા…
રોજ નિશાળે જઈએ આપણે…

સપનાં પુરાં કરવાં રોજ..
રોજ નિશાળે જઈએ આપણે…

   મિત્તલ પટેલ
   “પરિભાષા”
    અમદાવાદ




Wednesday, 24 July 2019

આવ એ વરસાદ……..[બાળગીત]

આવ આવ આવ આવ….
          આવ એ વરસાદ….

ઝરમર ઝરમર થઈ…
         મને પલાળ  એ.. વરસાદ….

નદીમાસી નદીમાસી સૂકાઈ બહું ગ્યાં છે…
કૂવામામાનાં તળિયા બહું ઊંડે ઊંડે ગ્યાં છે…

રજવાડું રજવાડું લાગે……..
             આવે તો વરસાદ….

સૂનું સૂનું આભલું લાગે…
         ન આવે તો વરસાદ…..

રુમઝુમ રુમઝુમ ઝાડવાં નાચે…
        વરસ તું વરસાદ…

ખેતરે છોડવાં વાટ જુએ…
         ઉગાડ એ વરસાદ…..

આવ આવ આવ આવ…
     આવ એ વરસાદ…..

ઝરમર ઝરમર થઈ….
       મને પલાળ એ વરસાદ

                    મિત્તલ પટેલ
                     ”પરિભાષા”
                     અમદાવાદ




Wednesday, 3 July 2019

સુંદર સુંદર સપનું મારું.......(બાળગીત)

સુંદર સુંદર સપનું મારું….
       મસ્ત મજાનું સપનું…
ખુલ્લી આંખોથી જોવાતું…
      આ મસ્ત મજાનું સપનું…
પવનની હું તો આંગળી પકડી…
      ઝાડવે ઝાડવે દોડું….
ચકલી,કબૂતર ,હોલા …આવે…
        રેસ લગાવી ને દોડું……
મધમાખી બનીને હું તો…
      મધપુડામાં ચોટુ…..
મધ મળે છે મસ્ત મજાનું…
       આગળીએ આંગળીએ ચાટુ….
કાબર થઈને કલબલ કરું…
         તોય જરાય ન થાકુ….
વરસાદમાં હું મોરલો બનીને….
       થા-થા,થૈ-થૈ …નાચુ……
સુંદર સુંદર સપનું મારું…
      મસ્ત મજાનું સપનું….
ખુલ્લી આંખોથી જોવાતું…
     મસ્ત મજાનું સપનું…
          
           મિત્તલ પટેલ
            “પરિભાષા”

Tuesday, 4 June 2019

કૃષ્ણાવતાર...

એક સુક્ષ્મ ચિનગારીનો…
      અજવાસ છે બાળ….

ઈશ્વરનો માણસ પર ..
      હજી વિશ્વાસ છે બાળ…

ગીત ગાતું હોય તો …ગાવા દેજે  એને…
હસતું રમતું હોય તો રમવાં દેજે એને…

વ્યવહારિકતાથી પરે…એક..
      સારસ્વત છે બાળ…
ગુરુ વિના જ વિદ્વાન..
       એક પયગબર છે બાળ….

સુખ અને દુઃખથી સાવ અજાણ….
       નિજાનંદની એક મિશાલ છે બાળ….

અશ્રુ ને નુછી તરત ..
      હસવાં માંડવું સિદ્….
પડતાં વાગે તોય…
      ફરી રમવાં માંડવું સિદ્…

સહજતાથી જીવંત રહેતા..
       શીખવી જતુ…કૃષ્ણાવતાર છે બાળ….

               મિત્તલ પટેલ
               “પરિભાષા”