ચલ ને આપણે સહજ જીવતાં શીખીએ !
'જે છે તે જ' બતાવતાં શીખીએ.
'જે નથી તે નથી' એ સ્વીકારતા શીખીએ .
ચલને આપણે સહજ જીવતાં શીખીએ !
સરળતામાં રહે છે સાચી પ્રસન્નતા
તો પ્રસન્ન રહીને ઝળહળતાં શીખીએ !
ચલને આપણે સહજ જીવતાં શીખીએ !
બહુ 'બની' લીધું, બહુ 'છેતરી' લીધું જાતને .
"જેવાં છીએ તેવા" રહેતાં શીખીએ !
ચલને આપણે સહજ જીવતાં શીખીએ !
ઈશ્વર નથી ખુદ એ માનતાં શીખીએ,
અધ્ધર બનતાં પહેલા સધ્ધર બનતાં શીખીએ .
ખરબચડા રસ્તા પર મહોરતા શીખીએ !
ચલને આપણે સહજ જીવતાં શીખીએ !
ગમતાનો ગુલાલ કરતાં શીખીએ,
નાની નાની વસ્તુનો આનંદ માનતાં શીખીએ !
બહુ મોટાં મોટાં દેખાડાની ક્યાં જરૂર છે!!
"મોટાભા બનવાના" અભરખા પધરાવતા શીખીએ!
ચલને આપણે સહજ જીવતાં શીખીએ !
મિત્તલ પટેલ
" પરિભાષા"