Saturday, 30 April 2022

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં એપ્રિલ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀

શિક્ષણ સંસ્થાઓ અને રાજનીતિ..💫🤔🎭

‌       શિક્ષકો શાળાના બાળકોને પોતાનાં લેવલથી બેસ્ટ પ્રયત્ન કરી ભણાવતા હોય, "ભણાવવું" એ તેમનાં માટે વ્યવસાય તો ખરો જ, સાથે-સાથે શિક્ષકત્વના રંગમાં પોતાનાં વ્યક્તિત્વને રંગતો રોજેરોજ ઉજવાતો ઉત્સવ પણ ખરો. હા, કામચોરી ,છટકબારી વગેરે દૂષણો દરેક વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેવાના જ. પણ શિક્ષકો પાસેથી સમાજને અને દેશને વધુ અપેક્ષા છે કારણકે તે દેશના શ્રેષ્ઠ નાગરિકો ઘડવા કડિયા ની ભૂમિકા ભજવે છે. શિક્ષક જ્યારે બાળકો માટે શાળામાં કામ કરતો હોય છે, ત્યારે તેને પણ આજુબાજુનાં લોકોનાં કાવાદાવા, નીચે પાડવાની વૃત્તિ, બીજા અમુક લોકોને કામ ન કરવું હોય એટલે પોતાનું કામ આગળ ન આવવા દેવાની વૃત્તિ વગેરે પ્રકારના નાના મોટા સંઘર્ષનો સામનો કરવો જ પડતો હોય છે. પણ સૌથી મોટો ફટકો, સૌથી વધુ નુકસાન શિક્ષણને ત્યારે જ થાય છે, જ્યારે શિક્ષણને વ્યવસાય બનાવી દેતાં ધંધાદારી બિઝનેસ મેન તેમાં ઝંપલાવે છે. શિક્ષણને  વિદ્યાર્થીનું મંદિર અને શિક્ષકને પુજારી બનાવી વિદ્યાર્થીના ઘડતરનું ચણતર કરતાં વર્ગખંડ બનાવે ત્યાં સુધી સીમિત રહે તો બરાબર છે. પણ જ્યારે શિક્ષણમાં રાજનીતિ પગપેસારો કરે છે, ત્યારે શિક્ષકત્વની ગરિમા જોખમાય છે. શિક્ષણનું કાર્ય હૃદયથી કરવામાં આવતું અને બાળકો માટેની લાઈવ વર્કશોપ છે. તેમાં કાવાદાવા, માત્ર દેખાડો કરવાની વૃત્તિ, નામ બનાવવાની વૃત્તિ, બાળકેન્દ્રી અભિગમથી નહીં સ્વકેન્દ્રી અભિગમથી જ્યારે શિક્ષણ પ્રક્રિયા થાય છે, ત્યારે બાળકોનું શિક્ષણ અને ઘડતર બન્ને જોખમાય છે. શિક્ષકો જ્યારે આવી રાજનીતિમાં ઈનવોલ્વ થાય છે ત્યારે તેમનામાં રહેલ શિક્ષકત્વમા ચોક્કસ ફટકો પડે છે. શિક્ષણનો વ્યવસાય માત્ર ચાપલૂસી અને દેખાડાની મદરેસા ના બની જાય એ માટે શિક્ષક પોતાના "સ્વકર્મ"માં રાજનીતિને involve કરવાનું ટાળવું જ રહ્યું.
‌.       કેટલીકવાર વધુ પૈસા કમાવવાની લ્હાયમાં શિક્ષક અન્ય શિક્ષણની સંસ્થાઓ જેમના હેતું તો શ્રેષ્ઠ હોય છે પણ સાધન અયોગ્ય હોઈ શકે છે,તેમનાં હાથા બની ને રહી જાય છે. શિક્ષકના વ્યવસાયની ગરિમાં ત્યારે જ જળવાઈ છે, જ્યાં બાળક સમગ્ર શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકો, અધિકારીઓ વગેરેના કેન્દ્રમાં હોય. તેમનાં હિતને ધ્યાનમાં રાખીને જ દરેક સ્ટેજના શિક્ષણને લગતા માણસો કર્મ કરે તો જ શિક્ષણ અને આપને શ્રેષ્ઠતમ લેવલ સુધી પહોંચાડી શકીશું.

‌મિત્તલ પટેલ
‌"પરિભાષા"
‌mitalpatel56@ gmail.com

Wednesday, 27 April 2022

My article....✍🏻

"સ્વ"ત્વ ને જાળવવું એ જીવંત રહેવા માટે જરૂરી છે."...... .... ....🦩🦚

          આપણી મહત્વાકાંક્ષાઓ એ લેવલ સુધીની ન હોવી જોઈએ કે તમે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ,ઔ પોતાની ગરિમા ને સાઈડ પર મૂકીને લક્ષ્ય ઝંકૃત બની જાવ. કેટલીક વાર નાની-નાની નિષ્ફળતા પણ આપણને વધુ મજબૂત બનાવતી હોય છે જ્યારે સ્વમાનને દાવ પર લગાવીને મેળવેલ ઝળહળતી સફળતા આપણાં moral ને, આપણાં "સ્વ"ત્વ કે  જે આપણામાં સર્જનશક્તિ ઉગાડે છે, ખીલવે છે તેને ડાઉન કરી દે છે. તમે બહુ સફળ થાવ અને પોતાનાં સ્વયં પ્રકાશિત પોતને ગુમાવી દો, તેનાં કરતા થોડાં પણ સાચા અર્થમાં સફળ થાવ અને આગિયાની જેમ ઝળહળ થતાં, જીવંતતાથી જિંદગી સાચાં અર્થમાં જીવો તે વધુ ઇચ્છનીય છે.

           કેટલીક વાર આપણે જીવનનો અને જીવનમાં બનતી ઘટનાઓનો અર્થ સમજી જઈએ છે,તેને સ્વીકારી પણ લઈએ છીએ, પણ તેનાં મર્મ સુધી પહોંચી શકતા નથી. કંઈક કારણ હશે, કંઈક હજી શીખવાનું, વધું સમજવાનું, ઘડાવાનું બાકી હશે, તે આ ઘટના જીવનમાં બની. જો એ ન બની હોત તો જીવનનો એક મહત્વનો પાઠ ભણવા ન મળત. અને તે આગળ જતાં આપણને કદાચ વધુ નુકસાન પહોંચાડી શકત. ભવિષ્યને વધારે ડૅમેજ કરી શકત. અને આ પાઠ શીખવાની તક વહેલી આપવા બદલ ભગવાનને થેન્ક યુ કહી શકો, મક્કમતા કેળવીને જીવનમાં આગળ વધી શકો. તો જ તેના મર્મને પામી શક્યા છો, એમ કહી શકાય.

કાંટાળી કેડી પર ચાલી શકાય ,
       ચલાવી શકાય સંગાથે કોઈને?
                  એ પ્રતિપ્રશ્ન વ્યર્થ છે....

જીવન વહાણના હોકાયંત્ર બની શકાય,
        તરાવી શકાય કોઈને?
             એ સંકલ્પના જ વ્યર્થ છે...

સદેહે તું પોતાનામાં પોતાને...
          સાચવી જાણજે..
નથી કોઈ લેપ, દંભ, કપટ તે "પોત"ને...!

સ્વમાનને જાળવી શકાય અને સાચું જીવી શકાય...
        રક્ષિત ને રક્ષી શકાય..?
તે ઉદબોધન વ્યર્થ છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"

Tuesday, 26 April 2022

Listen me on You tube channel 🎥🎧❤️💫✨😀

https://youtu.be/x6AXJ8PPO80

Saturday, 23 April 2022

GIET અને GCERT આયોજિત *ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨*....✨🎉💫🪅🎋🎖️🎍🏆🎭
      
         બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને આપણા નિયામક શ્રી જાલુ સાહેબ દ્વારા શરૂ થઇ રહેલ ગ્રીષ્મોત્સવની પ્રવૃત્તિઓમાં તજજ્ઞ તરીકે સહભાગી થવાનો મોકો મળ્યો. એ મારાં માટે ખૂબ જ આનંદની વાત છે. ભગવદ્ ગીતાને બાળભોગ્ય, બાળસહજ, સરળ નાટકો, વાર્તા, કવિતા સ્વરૂપે બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત કલાવિષયક પ્રવૃતિઓ, ગણિત વિજ્ઞાનની પ્રવૃત્તિઓ, પરિવારને સંલગ્ન પ્રવૃત્તિઓ, કોડીંગ, વાર્તાઓ, દેશી રમતો જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ આ ગ્રીષ્મોત્સવમાં છે. આપ આપના બાળકો, સરકારી શાળાના બાળકો અને પ્રાઇવેટ સ્કૂલના બાળકો ઉપરાંત પેરેન્ટ્સને પણ ચોક્કસથી આ પ્રવૃત્તિઓમાં જોડજો. જે scratch coding શહેરમાં બાળકોને ક્લાસીસ કરીને શીખવવામાં આવે છે તે પણ આ માધ્યમ દ્વારા બાળકો ઘરે બેઠા શીખી શકશે. મૂલ્ય શિક્ષણ, વ્યક્તિગત વિકાસ અને સર્વાંગી વિકાસના બીજ રોપતો અને તેનું સિંચન કરતો આ ઉત્સવ છે.
        બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે આવાં ગ્રીષ્મોત્સવ શિક્ષણ નિયામક શ્રી જાલું સાહેબ,સુઘડ મુકામે ગ્રીષ્મોત્સવ સાહિત્ય નિર્માણ કરનાર  સૌ તજજ્ઞ મિત્રો, આનંદીબેન પટેલની દીકરી અનારબેન પટેલ તેમજ તેમના જમાઈ જયેશભાઈ પટેલ પણ આમાં involve થઈને બાળકોના ભવિષ્ય માટે ખૂબ મેહનત કરી રહ્યા છે...

1લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી..
*ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?*
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ
*ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ*
1. વકતૃત્વ 
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા
ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક
*YouTube Channel Link*
https://www.youtube.com/c/GIETVIDYADARSHAN
*Telegram Group Link*
https://t.me/gietvidyadarshan
*Registration Form Link*
1. https://forms.gle/8LZQo5cRhQNkehSQ9
2. https://forms.gle/aNzrCuEu23tgbom28
3. https://forms.gle/GkCQqHTDohpyRUDu5
નોંધ: કોઈ પણ એક Registration Form ભરવું.

Saturday, 16 April 2022

Feelings Magazine - Gujarati Editionના એપ્રિલ- 2022 અંકમાં મારી એક રચના પ્રકાશિત થઈ....

ગુજરાતી ભાષાનું સુપ્રસિદ્ધ મેગેઝિન - "ફીલિંગ્સ ગુજરાતી મેગેઝિન"✨🌷
ખૂબ ખૂબ આભાર ફીલિંગ્સ ગુજરાતી મેગેઝિન

       ફીલિંગ્સ છેલ્લા ૨૪ વર્ષોથી વડોદરાથી પ્રકાશિત થતું અને વિશ્ર્વભરમાં ૫૫ દેશોના ૨૭ લાખથી વધુ વાચકો ધરાવતું લોકપ્રિય પારિવારિક મેગેઝિન ગુજરાત અને ગુજરાતીભાષાને વિશ્ર્વસ્તરે પ્રમોટ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.

💫✨ફીલિંગ્સ નેનો યોગા અંક 
આજકાલ ભૌતિક સુખની દોડ માં આપણે સાધનો મેળવી રહ્યા છે પરંતુ અસલી સુખ હાથ માં નથી આવતું. માનસિક સ્તરે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવાની સ્થિતિ આ સાચું સુખ છે જે મેળવવા માં મદદરૂપ બને છે યોગા, મેડિટેશન... ડો. ધારા ભટ્ટ એ આ ક્ષેત્રમાં અદ્વિતીય સિદ્ધિ મેળવી છે તેમના નવીન સંશોધન નેનો યોગા દ્વારા. ફીલિંગ્સ ના આ અંકમાં વાંચો હૅપ્પીનેસ અને સુખ ની ચાવી જે માનવી નું જીવન બદલી શકે છે. આ ઉપરાંત હાલ વિશ્વ માં મ્યુઝિક ક્ષેત્ર માં ધૂમ મચાવી રહ્યું છે બીટીએસ બેન્ડ જેના ૭ યુવા ગાયક ઓસ્કાર સુધી પહોંચી ગયા છે... તેમની સફળ દાસ્તાન મન મોહી લેશે...

Read this Special Issue online at
https://www.feelingsmultimedia.com/e-magazine/

Thursday, 14 April 2022

ઓરમાયું ઓરમાયું આકાશ કરે સંવાદ વાદળ જોડે....
કંઈ કેટલાય વરસો પહેલાથી આ પીડાનો અનુબંધ છે....!!

ક્ષણ ચૂકી નથી હર ક્ષણને મારવામાં...
ઓજસને અંધકાર સાથે બહુ મજબૂત કરુંણાબંધ છે....!!


સ્વીકાર, અસ્વીકાર એ પછીની વાત છે...
માણસનો માણસ સાથે 'હોવો જોઈએ'... 'જે નથી'... એ અનુકંપાનો અંશ છે...!!

મિત્તલ પટેલ
"પરિભાષા"

Wednesday, 13 April 2022

GIET અને GCERT આયોજિત *ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨*
1લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી..
*ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?*
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ
*ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ*
1. વકતૃત્વ 
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા
ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક
*YouTube Channel Link*
https://www.youtube.com/c/GIETVIDYADARSHAN
*Telegram Group Link*
https://t.me/gietvidyadarshan
*Registration Form Link*
 https://forms.gle/8LZQo5cRhQNkehSQ9
 https://forms.gle/aNzrCuEu23tgbom28
 https://forms.gle/GkCQqHTDohpyRUDu5
નોંધ: કોઈ પણ એક Registration Form ભરવું.