Wednesday, 16 September 2026
Tuesday, 15 September 2026
📰 દિવ્ય ભાસ્કરની ‘મધુરિમા’ પૂર્તિમાં‘પ્રવાસ’ કૉલમમાં મારો લેખ... ✍️📖 પ્રવાસ : બહારથી ભીતર તરફની સફર‘પ્રવાસ’ માત્ર સ્થળ બદલવાનું નામ નથી; ક્યારેક પગલાં બહારની દુનિયા તરફ પડે છે અને સફર આપણને અંદરની દુનિયા સુધી લઈ જાય છે...📅 15 સપ્ટેમ્બર, 2026મારા શબ્દોની આ સફરને આપ સૌનો પ્રેમ અને પ્રતિસાદ મળતો રહે એવી અપેક્ષા. ❤️#DivyaBhaskar #Madhurima #પ્રવાસ #બહારથીભીતરતરફનીસફર #DrMitalPatel
Friday, 11 September 2026
Thursday, 10 September 2026
Monday, 7 September 2026
Wednesday, 2 September 2026
મીણબત્તીની જ્યોતની જેમ ઝળહળતી, છતાં 'સળગતી' કહી શકાય અને ઓજસના અહેવાલ પોતાના 'સ્વ'બળે, 'સ્વ'ઈચ્છાથી અને 'સ્વ'સાહસથી લખવા આતુર એવી જનરેશન એટલે ઝેન-Z અને તેનું અપગ્રેડેડ વર્ઝન, જેઓ તમારા લગભગ કોઈ માળખામાં ફિટ નહીં જ બેસે, એવી જનરેશન ઝેન-અલ્ફા. Genz એટલે આશરે 1995થી 2014ની વચ્ચે જન્મેલ અને ઝેન-અલ્ફા એટલે આશરે 2013થી 2024 વચ્ચે જે વ્યક્તિત્વનો ઉદય થયો છે તે જનરેશન. ઈશ્વરે ખૂબ જ ફુરસદથી અને આપણી માન્યતાઓ અને રૂઢિચુસ્ત, થોડીક જડ બની ગયેલી વિચારધારાઓનો ધરાર અસ્વીકાર કરી, નવીન કેડી કંડારનાર જનરેશન. તમે તેમને સ્વીકારો કે ન સ્વીકારો, તમે તેમને નજરઅંદાજ નહીં જ કરી શકો. તમે તેમને નકારી નહીં શકો. તમે 'તમે' છો અને તેઓ 'તેઓ' છે. પરિવર્તન સંસારનો નિયમ છે. એ નિયમ અનુસાર ઈશ્વર કૉપી-પેસ્ટમાં નથી માનતો, તે તો ઈવોલ્વિંગમાં માને છે, તે ઉત્ક્રાંતિમાં માને છે. ઘણી હકારાત્મક અને નકારાત્મક પાસાઓ ધરાવતા તેઓ એવું ઘણું એ લોકો જીવવા ઈચ્છે છે, જે આપણે જીવવાનું ચૂકી ગયા છીએ અને તેઓ ઘણું ચૂકશે, જે આપણે જીવ્યા છીએ. પણ ફરક એ ચોક્કસ રહેશે કે આપણને ન જીવાયેલી ક્ષણોનો અફસોસ હોય છે. તેઓ થોડીક બેફિકર જનરેશન છે. "જે છે તે છે" એ સ્વીકારીને પોતાનામાં મસ્ત રહેનારી જનરેશન છે. તેને કંઈ અડતું નથી, તેનો મતલબ એ નથી કે તે અસંવેદનશીલ છે. તેને ફરક નથી પડતો, એનો મતલબ એ નથી કે તેનામાં મૂલ્યો નથી. તે સંવેદનશીલતાને પોતાની કમજોરી બનાવી વેવલ વેળા નહીં કરે. તેની બેફિકરાઈ, તેના પર સમાજ દ્વારા થતા દબાણ, પોતાની ઈચ્છા તેમના પર થોપવાની મહેચ્છાઓનો સ્પષ્ટ નકાર છે. તે સ્પ્રિંગ નથી કે ઉછળશે. તે ઈંટ છે, જે મક્કમ રહેશે. તે પ્રવાહી નથી કે ફેલાશે. તેનામાં નક્કર ઘનત્વ છે. જે બગાવત કરશે. તો શું આપણે માનસિક રીતે તૈયાર છીએ ખરાં આ વાવાઝોડાને ખમવા માટે? આપણા 'સ્વ'ભાવ અને માનસિકતાથી થોડા અલગ એંગલથી જીવતી જનરેશન સાથે તાલ મિલાવવા માટે? સૌથી પહેલા તો "અમારા સમયમાં તો આવું હતું" વાળા સંવાદ બને ત્યાં સુધી ઓછા કરશો તો ઘણો ખરો સંઘર્ષ ટાળી શકશો. તેઓ આજના સમયમાં જીવનારા છે. તેમના અપગ્રેડેડ વર્ઝનને સ્વીકારવા આપણે આપણી માનસિકતાને, દૃષ્ટિકોણને થોડા ઘણા અંશે અપગ્રેડ ચોક્કસથી કરવો પડશે. આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા, ત્યાં સહકાર મળતો, હુંફ મળતી, આપણી વાતો સાંભળવા ઘરમાં દાદા-દાદી, ભાઈ-બહેન, કાકા-કાકી બધા અવેલેબલ હતાં. એકંદરે ઘરમાં શાંતિ અને હળવાશભર્યું વાતાવરણ રહેતું. વહાલ, હુંફની આપણાં જીવનમાં, ખાસ કરીને આપણા બાળપણમાં, ક્યારેય કમી હતી જ નહીં. માણસ ગરીબ હોય કે તવંગર, તેના જીવનમાં પોતિકાઓનો સથવારો અવશ્ય રહેતો. તે પણ સાચા અર્થમાં. કોઈ તકલીફ હોય, બાળક કાલી-ઘેલી ભાષામાં પણ ખુલીને વ્યક્ત થઈ શકતો. તે માટે સરવા કાને સાંભળનાર હુંફાળા જન હતા. કુટુંબીજનો પાસે બાળક માટે સમય હતો. તેમની સાથે રમવાનો, જીવવાનો, તેમને કેળવવાનો ઉમંગ હતો. દાદાની આંગળી પકડી મંદિરે જવાનો લહાવો આપણને મળ્યો છે. મોટેરાઓના મોઢે વાર્તાઓ સાંભળીને કોળિયાઓ મોઢામાં મુકવામાં આવતા. આજે કોળિયાની જગ્યાએ ચમચીઓ, બાળકો માટેના ક્વૉલિટી ટાઈમની જગ્યાએ વધુ પડતી મહત્ત્વાકાંક્ષા અને મોબાઇલ એ લઈ લીધી છે. દરેકને પોતાની પ્રાઈવસી જોઈએ છે. બા-દાદા પણ મોટેભાગે કોઈ વધારાની જવાબદારી લેવાથી દૂર ભાગે છે. પોતાની પર્સનલ સ્પેસ માટે બાળકનું માત્ર ધ્યાન રાખે છે. સમય, હુંફ જે નથી આપી શકતા, તેનો કોઈ પર્યાય બાળકને નથી મળતો. તેમને બંને વસ્તુ, જે જીવનની બેઝિક નીડ છે, એક "પ્રેમ, વહાલ, લાગણી, હુંફ" અને "સમય" તે ભાગ્યે જ મળ્યો હોય છે એટલે તેમની સાયકોલોજીકલ નીડ પણ તે જ છે. જે કદાચ થોડી વાંકી-ચૂકી રીતે કે સ્વભાવગત ભિન્નતા દ્વારા કે પોતાના વિરોધી વાણી, વર્તન, વ્યવહાર દ્વારા બહાર આવી શકે છે. તેમને સાંભળો શાંતિથી, તેમને જજ કર્યા વગર, કોઈ જ પૂર્વધારણા બાંધ્યા વગર, કોઈ જજમેન્ટ આપ્યા વગર, કોઈ સલાહ-સૂચના આપ્યા વગર, બસ તેમને સાંભળો. તેમના મનમાં થતી ઉથલપાથલને નકારો નહીં, તેમને રહેવા દો, તેમને વ્યક્ત થવા દો. સારા શ્રોતા બનીને તેમને સાંભળો. ઈશ્વરના આ વરદાનસમ વ્યક્તિત્વને સ્વીકારવું પડશે. તે સ્વીકારવામાં વહાલ, પ્રેમ અને હુંફનો છાંયડો લઈને તેમની જે લાગણીની સાયકોલોજીકલ નીડ છે, તે પૂરી પાડવી પડશે. તે પણ તમે ઉપકાર કર્યો છે એવું જતાવીને નહીં. મારીને કે ધમકાવીને તમે તેમને દબાવી નહીં શકો. તેઓ દરેક બાબતમાં તર્ક માંગશે. તમારે મૂલ્યો, સારા ગુણો, સારી આદતો પણ તેમનામાં રોપવી હશે ને તો આ બે જ રસ્તે જ તમે રોપી શકશો. તેની સાથે સ્વસ્થ હકારાત્મક નિયમિત સંવાદનો સેતુ રચીને અને તેને લાગણીભર્યા, હુંફભર્યા વર્તન-વ્યવહારથી તેમનો પોતાના પરનો વિશ્વાસ પેદા કરીને. તમે શિક્ષક તરીકે, મા-બાપ તરીકે કે અન્ય સગા-સંબંધીઓ તરીકે, તેની આસપાસ મોબાઇલમાં ડૂબેલા રહેતા હશો, જૂઠું બોલતા હશો, કાવા-દાવા કરતા હશો તો તે જ કરશે અને તમે તેને ના નહીં પાડી શકો કે નહીં વાળી શકો. પછી તમે મોટા થયા પછી એમ કહેશો કે તું આવું ન કર, આવું ન બોલ, તું ઊંચા અવાજે ન બોલ, પણ તમે જ તમારા વડીલો જોડે એ રીતે વર્તન કર્યું હશે તો તે તમને મોઢે કહી દેશે અને તમારું દર્પણ તમને ત્યાં ને ત્યાં જ બતાવી દેશે. દુર્ગુણો તો આપણી જનરેશનમાં પણ હતા. તેમ તેમનામાં પણ હશે જ. પણ તેમને પોઝિટિવ રસ્તે વાળવી હશે તો તેમના મનોવિજ્ઞાનને સમજ્યા વગર બધું જ વ્યર્થ જશે. કૃષ્ણ કહી ગયા છે ને કે પરિવર્તન સંસારનો નિયમ છે. આ પરિવર્તનનું વાવાઝોડું છે. જે તૈયાર થઈ ગયું છે. આ વાવાઝોડાની સામું ન થવાય, તેને સમજીને પોતાના કરીને સાથે જવાય. બદલાવ જરૂરી છે, આપણી માનસિકતામાં, સમાજની માનસિકતામાં. જો થોભવાની ભાવના હશે ત્યાં ઊલટી ગંગા જ વહેવાની. જ્યાં સ્વીકાર હશે ત્યાં જ સમૃદ્ધિ હશે. તમે આ જનરેશનને પહેલા જેવા છે તેવો સ્વીકાર કરવો પડશે. તો જ કનેક્ટ થઈ શકશો તેમની સાથે. જ્યાં સુધી તેઓને તમારામાં પોતિકાપણું નહીં મળે, ત્યાં સુધી સંવાદનો, માનવતાનો, આત્મીયતાનો સેતુ બનવો થોડો અઘરો પડશે. હકીકતમાં આ વર્ષો સુધી દબાવીને જીવતી લાગણીની, વિચારશક્તિની, તત્ત્વજ્ઞાનની ઉત્ક્રાંતિ છે. આ કોઈ સ્થૂળ વ્યક્તિઓની નહીં, એક ઝડપથી બદલાતા જતા જમાનામાં સાચા અર્થમાં જીવી જવા ઈચ્છતી અને ખુદને પૂરવાર કરવા મથતી જનરેશનની ભાવનાઓની ઉત્ક્રાંતિ છે. તેમની ભાવનાઓને સમજવા તમારે ભાવસભર વાણી, વર્તન, વ્યવહાર રાખવા પડશે. તમે બોસ કે વડીલ બનીને તેમને નહીં જીતી શકો. હા, મિત્ર બનીને ચોક્કસ તેમનાં થઈ શકશો!ડૉ. મિત્તલ પટેલ'પરિભાષા'
Wednesday, 26 August 2026
Monday, 24 August 2026
Tuesday, 18 August 2026
Thursday, 6 August 2026
Thursday, 30 July 2026
MUSAFIR CAFE....💫☕☕
WHAT A LINES.....!!❤️
"હર મુસાફિર કા અસલી સફર તબ શુરુ હોતા હૈ જબ ઉસકો ઉસકા હમસફર મિલ જાતા હૈ, કભી વો હમસફર સાથ રહ જાતે હૈ.....ઔર કભી બસ આપકો બદલકર ચલે જાતે હૈ........"
"યે કોઈ સ્ટ્રેટેજી નહીં થી.... મેં બસ અપના ઇન્ટ્યુશન ફોલો કર રહા થા....."
"બીના થોડે પાગલ હુએ ના..... દુનિયા કો ઝેલા નહિ જા સકતા....."
"કલ મન્ડે હૈ......"......"તો...........ક્યાં????? મન્ડે કો તુમ 'કમ જીતે' હો ક્યા.....???"
"લાઈફ મે પ્લાન બડે નહીં.......સિમ્પલ હોને ચાહિયે .....ક્યુકી પ્લાન બડે હો તો લાઇફ કે લિયે સ્પેસ હી નહી બચતા....."
"જો મુસાફિર હોતે હૈ ના..... વો સિર્ફ જગહ નહી બદલતે..... વો ખુદ કે અંદર ભી સફર કર રહે હોતે હૈ....."
"તુમ સિર્ફ રુકી હુઈ હો.... બંધી હુઈ નહી હો...."
"નયે રાસ્તો પર ચલને મેં થોડા ડર તો લગતા હૈ પર શાયદ વહી ડર બતાતા હૈ કી કુછ નયા શુરુ હો રહા હૈ...."
"હમ પર કિસી કે હોને કા અસર ઉતના હી હોતા હૈ..... જીતના કી ઉનકે ન હોને કા...."
" સપને બદલ ભી તો સકતે હૈ....... ઇવોલ્વ ભી હો સકતે હૈ......."
"પહાડ હમે બદલતે નહીં હૈ.....It just shows you who you really are........."
"તુમ બિલકુલ બદલ ગયે હો..... જેસે તુમકો 'તુમ' મિલ ગયે હો..."
"ઇન પહાડો કી બાત હી કુછ અલગ હૈ... યે પહાડ ના ઇન્સાન કો ઉનકી અસલી જગહ દિખાતે હૈ..... યહા બસ 'હોના' હી કાફી હૈ..."
"જબ કહેને કે લિયે કુછ ન બચા હો તો .....મૌસમ કે બારે મેં બાત કરની ચાહિયે ......ન......ઇ....!!"......."અચ્છા ઉસસે ક્યા હોગા.....".........."ઉસસે હોગા યે... કી એસા લગેગા.... કી બાતે અબ તક ખતમ નહિ હુઈ......"
"સબ કુછ ઐસા હી હે જૈસા મૈને પ્લાન કિયા થા.... પર 'કુછ' ઠીક ક્યુ નહી લગ રહા....!!"
મિત્તલ પટેલ 'પરિભાષા'
Friday, 24 July 2026
Saturday, 18 July 2026
Wednesday, 15 July 2026
Friday, 10 July 2026
📚 શબ્દયાત્રાની એક નવી શરૂઆત...અત્યંત આનંદ અને આત્મીયતા સાથે મારી બે નવી કૃતિઓ 'શિક્ષણની અટારીએથી' અને 'સફળતાથી સાર્થકતા તરફ' નો આપ સૌ સમક્ષ પરિચય કરાવું છું.'શિક્ષણની અટારીએથી' પુસ્તક શિક્ષણક્ષેત્રના અનુભવો, નવીન શિક્ષણ પદ્ધતિઓ, શિક્ષકત્વના મૂલ્યો અને વિદ્યાર્થીઓ સાથેની જીવંત સફરને શબ્દોમાં વ્યક્ત કરે છે.'સફળતાથી સાર્થકતા તરફ' પુસ્તક જીવનમાં માત્ર સફળતા નહીં, પરંતુ મૂલ્યો, સેવા, સંવેદના અને આત્મસંતોષ સાથે સાર્થક જીવન જીવવાની પ્રેરણા આપે છે.આ બંને પુસ્તકો મારા અનુભવ, ચિંતન અને જીવનમૂલ્યોનું પ્રતિબિંબ છે. આશા છે કે શિક્ષકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વાચકમિત્રોને તે નવી દિશા, નવી પ્રેરણા અને નવી ઊર્જા આપશે.આપના અભિપ્રાયો, શુભેચ્છાઓ અને આશીર્વાદની આતુરતાથી રાહ જોઈશ.સ્નેહપૂર્વક,મિત્તલ પટેલ#શિક્ષણનીઅટારીએથી #સફળતાથીસાર્થકતાતરફ #MitalPatel #GujaratiBooks #Education #Motivation #NewBook #BookIntroduction
Wednesday, 1 July 2026
Tuesday, 30 June 2026
એક યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ... 🌸📚
ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના માનનીય શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ (માન. મંત્રીશ્રી કાર્યાલય)ને મારાં નવાં પુસ્તકો 'શિક્ષણની અટારીએથી' અને 'સફળતાથી સાર્થકતા તરફ' અર્પણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગ મારા માટે ગૌરવ, આનંદ અને પ્રેરણાની અમૂલ્ય ક્ષણ બની રહ્યો.
માનનીય મંત્રીશ્રી સાહેબે પુસ્તકને આપેલા સ્નેહભર્યા આવકાર, શુભાશિષ અને પ્રોત્સાહક શુભકામનાઓ બદલ હું હૃદયપૂર્વક તેમની આભારી છું. મારી લેખનયાત્રાને આપેલા આ સન્માન અને પુસ્તકના શબ્દોને આપેલા આદરથી મારી સર્જનયાત્રાને નવી ઊર્જા અને પ્રેરણા મળી છે.પુસ્તકના શબ્દોને મળેલો આદર અને મારી લેખનયાત્રાને મળેલું આ સન્માન નવી જવાબદારી સાથે આગળ વધવાની શક્તિ આપે છે.
હૃદયપૂર્વક માનનીય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. તેમની શુભેચ્છાઓ અને આશીર્વાદ મારી સર્જનયાત્રાને સતત પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના.
મારાં પુસ્તકનાં શબ્દોને જાણે સુગંધ મળી...!!
શ્રેષ્ઠત્વની જાણે તેને કલગી મળી...!!
તોરણ જાણે બંધાયું પુસ્તકના બારણે...!!
મળેલા આવકાર અને ઉમળકાથી,
જાણે પુસ્તકને વાચા મળી...!!
– મિત્તલ પટેલ 'પરિભાષા'
મારા પુસ્તકો
વિજ્ઞાનના નાટકો--90/-
વિજ્ઞાનની વાર્તાઓ---65/-
વૈજ્ઞાનિક કવિતાઓ--75/-
23 પ્રેરણાત્મક બાળનાટકો--80/-
મેઘધનુષ--60/-
થનગનાટ--60/-
શિક્ષક -એક ધરોહર --270/-
પ્રેરણા- એક ઉદ્દીપક --350/-
જીવનને હું જોઉં છું--80/-
શિક્ષણની અટારીએથી--115/-
સફળતાથી સાર્થકતા તરફ--175/-
Wednesday, 24 June 2026
"નવું સર્જન" ત્યારે જ શક્ય છે જ્યારે "મૌલિકતા" અને "સેલ્ફ કોન્ફિડન્સ"નાં ગુણો બાળકમાં વિકસે...... આજે 'વિજ્ઞાન ભણવું' એટલે માત્ર માર્ક્સ કે ટકા લાવી દેવા તેટલાં થી નહીં ચાલે... નવું સર્જન કરવાની, દુનિયામાં આવી રહેલ નવાં નવાં પડકારોને માત આપીને પ્રગતિ કરવાની, દેશની સમસ્યાઓને પોતાનાં આગવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને એંગલથી તેનો ઉકેલ શોધવાની ક્ષમતા કેળવવી પડશે...
" Performing arts" ની જેમ "performing science" હોય છે. જ્યારે બાળક વિજ્ઞાનને સાંભળીને કે જોઈએ નહીં, પરફોર્મ કરીને ભણે છે, ત્યારે તેનાં જીવનની દરેક ઘટનાને વૈજ્ઞાનિક અભિગમથી જોવાનો અને મુલવવાનો એક એટીટ્યુડ અને એંગલ તેમનામાં સહજપણે ડેવલપ થાય છે.
વિજ્ઞાન જ્યારે અભિવ્યક્તિ બની જાય છે. બાળક નાટક સ્વરૂપે ભજવીને કે વાર્તા સ્વરૂપે રજૂ કરીને વિજ્ઞાન ભણે છે, ત્યારે વાસ્તવિક જીવનનાં અનુભવો સાથે વિજ્ઞાનને કનેક્ટ કરી શકે છે અનુસંધાન સાધી શકે છે. વિજ્ઞાન ચોપડીમાંથી નીકળીને વિદ્યાર્થીના સમગ્ર જીવનમાં, તેનાં વ્યવહારમાં, અભિગમમાં આવી જાય છે ત્યારે તે વિજ્ઞાનને સાચા અર્થમાં આત્મસાત કરી શકે છે.
Mital patel
Sampa primary school,dehgam,gandhinagar
Saturday, 20 June 2026
Saturday, 13 June 2026
Thursday, 11 June 2026
Friday, 5 June 2026
Wednesday, 3 June 2026
Wednesday, 27 May 2026
Monday, 25 May 2026
Tuesday, 19 May 2026
Friday, 15 May 2026
Thursday, 14 May 2026
Wednesday, 6 May 2026
Monday, 4 May 2026
Wednesday, 29 April 2026
Subscribe to:
Posts (Atom)