Friday, 28 June 2019
Tuesday, 4 June 2019
કૃષ્ણાવતાર...
એક સુક્ષ્મ ચિનગારીનો…
અજવાસ છે બાળ….
ઈશ્વરનો માણસ પર ..
હજી વિશ્વાસ છે બાળ…
ગીત ગાતું હોય તો …ગાવા દેજે એને…
હસતું રમતું હોય તો રમવાં દેજે એને…
વ્યવહારિકતાથી પરે…એક..
સારસ્વત છે બાળ…
ગુરુ વિના જ વિદ્વાન..
એક પયગબર છે બાળ….
સુખ અને દુઃખથી સાવ અજાણ….
નિજાનંદની એક મિશાલ છે બાળ….
અશ્રુ ને નુછી તરત ..
હસવાં માંડવું સિદ્….
પડતાં વાગે તોય…
ફરી રમવાં માંડવું સિદ્…
સહજતાથી જીવંત રહેતા..
શીખવી જતુ…કૃષ્ણાવતાર છે બાળ….
મિત્તલ પટેલ
“પરિભાષા”
Sunday, 12 May 2019
Tuesday, 7 May 2019
હું મસ્ત મજાનું બાળ..
હું મસ્ત મજાનું બાળ ,
મને રમવાનું જોઈએ…
ચાંદા સૂરજ સંગ મને,
ભમવાનું જોઈએ…
પતંગિયા પેઠે આમતેમ …
ઉડવાનું જોઈએ…
હું મસ્ત મજાનું બાળ,
મને રમવાનું જોઈએ..
છાનું માનું બેસું તો,
કરમાઈ જાઉં હું….
ધમાલમસ્તી કરું તો,
ખીલી ખીલી જાઉં હું…
દેડકાંની પેઠે મને ,
કુદવાનું જોઈએ….
હું મસ્ત મજાનું બાળ,
મને રમવાનું જોઈએ…
ચોપડાં ને ટ્યુશન માં
ડબોચાઈ જાઉં હું…
ભણતરનાં ભાર થી
નમી નમી જાઉ હું….
ખડખડાટ ફુલ સમ,
હસવાનું જોઈએ….
ખુલ્લાં મને ભાર વગર ,
ભણવાનું જોઈએ….
મિત્તલ પટેલ
“પરિભાષા”
Monday, 6 May 2019
સમ-વેદનાં વેદ....
આમ જુઓ તો
સઘળું તારું એ મારું છે…
મારામાં તારું ,પણ ક્યાં તારામાં મ્હારું છે…!!
વિનવી શકાય પણ,
ન છેતરી શકાય જાતને…..
સારું એ જ મારું પણ “મ્હારું”ય ક્યાં સારું છે…..!!
ગુણોત્તર ગુણીને જવાબ લાવી દઈએ..
ચલ તારાં હાથે જ આજ નિકાલ લાવી દઈએ..
આમ જુઓ તો સીધા રસ્તે
રસ્તોય ક્યાં સીધો છે….
વળાંકોમાં વળાંક ..ને..
એ વળાંકમાંય હા વળાંક છે…!!
સમ-વેદનાં વેદ ભરી રાખી છે
એક વાડકી…
સ્વાર્થની આ થાળીમાં તે વાડકીને ક્યાં ભાળી છે..!!
મિત્તલ પટેલ
“પરિભાષા”
Monday, 29 April 2019
પાનખરનાં વળામણાં...
પાનખરમાં પાનનાં ..
વળામણાને જોને…
તું જ સંવેદી શકે…
તે રિસામણાને જોને….
પવનથી નહી…
હવે ડાળીને લાગ્યો છે ભાર…
સંગાથ છુટતા …
હવે જોડાણનો તુટ્યો છે તાર…
પાદડાં ખરે એ નહી..
એ બુઠ્ઠા ઝાડવાંને જોને…
છાયડો નથી જેનો…
એ ઉભા પહાડ ને જોને…
શ્યામ વગર વાંસળી,
લઈ ઉભેલ રાધાને જોને…
સાવ ઉજ્જડ વેરાન,
એવાં એ મનડાને જોને…
મિત્તલ પટેલ
“પરિભાષા”
અમદાવાદ
Tuesday, 23 April 2019
રંગહીન સંવાદ
રાતી-પીળી થતી જીંદગી…
રંગહીન સંવાદ એક શોધતી જાય…
વિના ગળપણ ને વિના મેળવણનો
આસ્વાદ ભાવનો ઘોળતી જાય…
કૃત્રિમતાનો હાર દૂર ફગાવી….
“ સહજાનંદ”ને મમળાવતી જાય….
રાતી-પીળી થતી જીંદગી….
રંગહીન સંવાદ એક શોધતી જાય…
ક્યાં છે ઠોકર !!
ક્યાં છે પીડા!!
ભેખડો તો ભીતરમાં છે…
ભીંત હટાવી ભાળીએ જો સૌને
એ અભીત વ્યવહાર શીખવાડતી જાય….
ખોટેખોટા આભાસ બતાવી…
શાશ્વત ને બતલાવતી જાય….
રાતી-પીળી થતી જીંદગી..
રંગહીન સંવાદ એક શોધતી જાય.
મિત્તલ પટેલ
“પરિભાષા”
અમદાવાદ