સાદ આપે, વાદ આપે
સંવાદ આપે આ રંગોત્સવ…..
રંગોની ભીતર મનનું
રંગરોગાન આપે આ રંગોત્સવ…
સ્વ -અર્થના સ્વાર્થ સાથે…..
ભળી જાય ઉપરંગ બધા….
રાતી રાતી આ જીવનપાળીમાં….
લાલી આપે આ રંગોત્સવ….
ક્યાં અહમ છે,
ક્યાં છે ભરમ…..
એક મંચ પર નાચે સંગ બધાં….
દીવાલ તોડી અહમની …
અહા! સહજ આનંદ કરાવે આ રંગોત્સવ…….
મિત્તલ પટેલ
“પરિભાષા”
Monday, 25 March 2019
રંગોત્સવ
Sunday, 24 March 2019
આગને અજવાળે..
આગને. અજવાળે મેં તો…
પોતિકુ તેજ ભાળ્યું..
સ્મિત નાં સથવારે મેં તો…
ગીતમાં ગીતને માણ્યું….
ખુદમાં જ ઈશ્વર ,ખુદ નરેશ્વર…..
ખુદમાં ખુદ નિહાળ્યું…..
વચનામૃત થી બળ્યા કર્ણ.. ને
ભીંત.. ભીતરમાં જ…એ જાણ્યું.…
અસ્તમાં..ઓગળેલ..આ અસ્તિત્વ ને…
નંદ-આનંદમા વહાવ્યું…..
મિત્તલ પટેલ
“પરિભાષા”
Sunday, 27 January 2019
Saturday, 26 January 2019
હું મળું ..."મુજને.."......
ખોવાઈને મળવું એ મળવું છે “મુજને”….
ગુમાવી ને શોધવું…એ શોધવું છે “મુજને..”
વખત આવ્યે જતું રહેશે…જવાનું હશે તો બધું જ….
જતું કરીને બધું જડવુ તે જડવુ છે “મુજને”
'ડહાપણ '..અને 'ગાંડપણ' ...માં ભેદ છે એટલો જ….
'દુનિયા મળે'.. ને “હું મળું”…મુજને…
રખડપટ્ટી ને અંતે તો….
એક ખુણો મળે મારાં જ ખભાનો….
તો હું સમજું કે….
ગુમાવ્યું…નથી કશું……
મેળવ્યું છે ખુદ માટે મેં “મુજને”
મિત્તલ પટેલ
“પરિભાષા”
Wednesday, 23 January 2019
Educational drama ..."અંધશ્રદ્ધા ભગાવો, દેશ બચાવો"written by mital patel....
બાળકાવ્ય......"ચાલો બાળકો લક્ષ્ય બનાવીએ......."....written by me....singing with act by my student
https://m.facebook.com/story.php?story_fbid=2236149056442493&id=100001422602254