Wednesday 29 January 2020

બાળ લગ્ન પર બાળનાટક

https://m.facebook.com/story.php?story_fbid=2942596459131079&id=100001422602254

Tuesday 28 January 2020

Wednesday 15 January 2020

ઘણીવાર મારાં જ લેખ વાંચી ને મને પ્રેરણા મળે છે.......!!
ઘણીવાર મારું લખાણ વાંચી મને પ્રશ્ન થાય છે કે... ખરેખર આ લખવા માટે ઈશ્વરે મને માધ્યમ બનાવી છે...!!
ઘણીવાર મારાં જ લખાણ થકી હું મુજને જડી જાઉં છું.....!!!


ક્ષમતા નથી મારામાં આ લખવાની..
         મે તો કલમને હાથ બનાવી... જાતને ચીતરી છે....

અંતર નાં આત્મા ને પૂછીને કર્યું છે મે કર્મ.. હર એક.....

    શાહી છે બસ પોતીકી...
 બાકી નરી આતમને ચીતરી છે........
   

તારલાની વણઝાર છે તેઓ....

કાલ સુધરશે એ બાળની જો....ને....
    તું તારી આંગળી તેની હથેળીમાં તો આપ...

રચી લેશે તે તેની રંગોળી.. ખુદ જ....
    તું તારી દ્રષ્ટિથી તેને દૂરદ્રષ્ટિ તો આપ...

પ્રીતની રીત બહુ ન્યારીછે એ દોસ્ત...
    મા"સ્તર" પર છું.. તું....!! તું એ સ્તર પર....
            " મા" તણો ભાવ તો આપ....

વિચારજે તું ખુદનું પણ હર ક્ષણ ભલે...
       એક ક્ષણ 'વિચાર '.. તું..એ બાળ ને તો આપ..

રસ્તે ફરતા ફકીર નથી... તારલાની વણજાર ..છે તેઓ..
     ચમકવા ને...ઝળકવા.... તું થોડો પ્રકાશ તો આપ...

મિત્તલ પટેલ 
"પરિભાષા"
      

Monday 6 January 2020

તારલાંની વણજાર છે તેઓ....



કાલ સુધરશે એ બાળની જો....ને....
    તું તારી આંગળી તેની હથેળીમાં તો આપ...

રચી લેશે તે તેની રંગોળી.. ખુદ જ....
    તું તારી દ્રષ્ટિથી તેને દૂરદ્રષ્ટિ તો આપ...

પ્રીતની રીત બહુ ન્યારીછે એ દોસ્ત...
    મા"સ્તર" પર છું.. તું....!! તું એ સ્તર પર....
            " મા" તણો ભાવ તો આપ....

વિચારજે તું ખુદનું પણ હર ક્ષણ ભલે...
       એક ક્ષણ 'વિચાર '.. તું..એ બાળ ને તો આપ..

રસ્તે ફરતા ફકીર નથી... તારલાની વણજાર ..છે તેઓ..
     ચમકવા ને...ઝળકવા.... તું થોડો પ્રકાશ તો આપ...

મિત્તલ પટેલ 
"પરિભાષા"
      

Wednesday 1 January 2020

એ મનેખ...ને....



સ્માઇલ આપી શકો તો આપજો
            એ મનેખ..ને....

જે..જીવે છે ખરો પણ મરે છે ભીતરથી...
            વારે....વારે...

ખોબો ભરી જીવન જો આપી શકો તો..આપજો
            એ મનેખ..ને...

જે..પહેરે છે "મુખવટો".. પણ મનાવરણમાં..
          રીબાય છે વારે...વારે..

ખોટી ખુશામત ને વાહ વાહી સાંભળવી...
          ખૂબ ગમશે તમને...

પણ થોડી પ્રશંસા સાચા મનથી...
       કરી શકો તો કરજો ....
               એ મનેખને......

જે અપંગ છે આર્થિક રીતે....
          પણ સમૃદ્ધિ છલકે છે ....
              આતમની....વારે..વારે...

                         મિત્તલ પટેલ 
                          "પરિભાષા"