Sunday, 19 August 2018

મમ્મી તું નોકરી ચાલી......??

સનનન..સનનન....ગાઙી  ચાલી...
   પી.....પીપ......પી.....પીપ......

મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....

મને અેકલું અેકલું ગમતું નથી...
ગમતું નથી મને ગમતું નથી....

મને વાત યાદ આવશે તો કોને કહીશ મમ્મી..!!
મને નીંદર  આવશે તાે  કોને ખોળે જઈશ મમ્મી..!!

મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....

મને વ્હાલ  આવશે તો કોને કરીશ મમ્મી....!!
મને રઙવું આવે તો ક્યાં રઙીશ મમ્મી......!!

મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....

તારી યાદ આવશે તો કોને કહીશ મમ્મી...!!
મને સુનું  સુનું  લાગે તો ક્યાં જઈશ મમ્મી...!!

મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....
  
                   મિત્તલ પટેલ
                    "પરિભાષા"

Saturday, 18 August 2018

આવાસ...

ક્યાં ..છે ..તું......??
     તારામાં તો...નથી જ....

છે... છેક ભીતર.....
      વિચારમાં તાે નથી જ....

વાગોળવું શાને...!!! આેગળેલાંને.....

       અ"મિત"...છે તું......
              તું તારાં જ સરવાળાંમાં તાે  નથી જ....

ઝાકળ વગરના ઝાકળિયાં શું કામનાં....!!

       અે આવાસ છે બે આતમનાે......
               ખાલી રહેવાસ તાે નથી જ......

                                         મિત્તલ પટેલ
                                           "પરિભાષા"
     

   

વરસાદ પણ જોને.. આજ  કેટલો કોરો છે!!.
...વિટળાયેલો છે ફરતે ....ને તોય  જાણે ...
         તઙકો અનરાધાર છે!!.......

ઙુબતા સૂરજ ની ફરતે... ચલ ને કિનારી બાંધી આવીઅે....

ક્યાંક...આથમી ગયેલ અવસર નાં....
       હજી લિસોટાં અકબંધ છે.....

પ્રકૃતિ

પ્રકૃતિથી સુંદર કોઈ સુંદરતા  નથી...
     અે શાશ્વત  છે...મૂર્તિમાં સ્થપાયેલ નથી...

મનને સ્પર્શે છે ...તે અધિક...
       કારણ બસ અેટલું જ કે તે ઘઙાયેલી છે..
        કાેઈની "બનાવટ " નથી.

Smit

Vahechatu ...veratu.....koi ......potiko....varsad....
     E...smit tu che mara bhitarno....ek potiko samvad